Breaking News

PM મોદીની જાહેરાત : દેશમાં 3 મે સુધી રહેશે લૉકડાઉન, કાલે વિસ્તૃત ગાઈડલાઈન કરાશે જાહેર

20 એપ્રિલ બાદ મળશે શરતોને આધીન છૂટછાટ

પીએમ મોદીએ દેશનં સંબોધનમાં જણાવ્યું કે 20 એપ્રિલ સુધી દેશના દરેક જિલ્લા અને રાજ્યો પર કડક નજર રાખવામાં આવશે. જેમાં ચેક કરવામાં આવશે કે લોકડાઉનનું કેવું પાલન કરવામાં આવી રહ્યું છે. જો સફળ થશે, જે હોટસ્પોટ વધવા નહીં દે, તેના આધારે મૂલ્યાંકન બાદ 20 એપ્રિલથી દેશમાં અમુક છુટછાટ આપવામાં આવશે. જો કે આ છૂટછાટ શરતોને આધીન જોવા મળશે. તેમ છતાં જો નિયમોનું પાલન નહીં થતું હોય તો તમામ છુટછાટ પરત લઇ લેવામાં આવશે.

હોટસ્પોટ જાહેર કરાયેલા વિસ્તારમાં રખાશે કડક નજર
દેશમાં જે વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે તેની ઉપર કડક નજર રાખવામાં આવશે. આવતી કાલે કેન્દ્ર સરકાર ગાઇડ લાઇન જાહેર કરશે. ભારતમાં આજે 1 લાખથી વધુ બેડની વ્યવસ્થા કરાઇ છે.

પીએમ મોદીએ કહ્યું ઘરના વૃદ્ધોનું રાખો ધ્યાન

પીએમ મોદીએ રાષ્ટ્ર જોગ સંબોધનમાં કહ્યું કે વધતા કોરોના વાયરસના કેસો વચ્ચે સૌઓ પોતાના ઘરના વૃદ્ધોનું ધ્યાન રાખવું જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે એવા વૃદ્ધોનું પહેલા ધ્યાન રાખો જેને પહેલેથી જ કોઇ બિમારી છે, તેમને કોરોના વાયરસથી બચાવો.

સરકાર નવી ગાઇડલાઇનમાં ગરીબ અને શ્રમિકોને ધ્યાનમાં રાખી લેશે નિર્ણય
સરકાર દ્વારા નવી ગાઇડલાઇનમાં ગરીબો અને શ્રમિકોનું ધ્યાન રાખવામાં આવશે. ગરીબોને ધ્યાનમાં રાખી તેમના હિતમાં નિર્ણય લેવાશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના નુકસાનનું ધ્યાન રાખશે. કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા આરોગ્ય સેતુ મોબાઇલ એપ ડાઉનલોડ કરો. પોતની ઇમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલયના નિર્દેશોનું પાલન કરો. ઘરમાં બનાવેલા ફેસ કવર કે માસ્કનો ઉપયોગ કરો.

પીએમ મોદીએ કહ્યું લોકોએ મુશ્કેલીનો સામનો કરી દેશને બચાવ્યો

કોરોના સામેની ભારતની લડાઇ મજબુતાથી ચાલી રહી છે. લોકોએ મુશ્કેલીનો સામનો કરીને દેશને બચાવ્યો છે. આપણે કોરોનાથી થતા નુકસાનને ટાળવામાં સફળ રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે દેશ માટે અનુશાસિત સિપાહીની જેમ દેશવાસીઓ કર્તવ્ય નિભાવે છે, સૌને નમન કરુ છું. કોરોનામાં ભારતની લડાઇ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. સામુહિક શક્તિનો સંકલ્પ બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રધ્ધાંજલી છે.

PM મોદીએ કહ્યું, આ 7 વાતોમાં તમારો સાથ મને જોઈએ છે

1. પોતાના ઘરમાં વડીલો અને વૃદ્ધોનું ધ્યાન રાખો. ખાસ જેમને જૂની બીમારી હોય તેમનું વિશેષ ધ્યાન રાખી કોરોનાથી બચાવો.

2. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનનું સંપૂર્ણ પાલન કરો. ઘરમાં બનેલા ફેસ કવર અને માસ્કનો અનિવાર્ય રીતે ઉપયોગ કરો.

3. પોતાની ઈમ્યુનિટી વધારવા આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશોનું પાલન કરો. ગરમ પાણી, કાઢો વગેરે જેવું પીવો.

4. કોરોના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ ઍપ જરૂર ડાઉનલોડ કરો અને લોકોને પણ કરાવો.

5. જેટલું બની શકે તેટલા ગરીબ પરિવારની દેખરેખ કરો અને તેમને ભૂખ્યાં ન સૂવા દો.

6. તમારા વ્યવસાય, ઉદ્યોગોમાં કામ કરતા લોકો સાથે સંવેદના રાખો અને કોઈને નોકરીથી ન કાઢો.

7. દેશમાં કોરોના યોદ્ધાઓ જેવા સફાઈકર્મી, ડૉક્ટર્સ, પોલીસકર્મી, હેલ્થ વર્કર્સનું સન્માન કરો.

Hits: 53

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?