બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનાં મુંબઈનાં મરીન લાઇન્સનાં ચંદનવાડી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. લગભગ અડધા કલાકમાં તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ કેવા ઝિંદાદિલી અને બહાદુર વ્યક્તિ હતા તેનો એક વિડીયો સામે આવ્યો છે. હૉસ્પિટલનાં બેડ પર પડેલા ઋષિ કપૂર એક નવજવાન પાસે ગીત સાંભળી રહ્યા છે. આ ગીત છે ‘તેરે દર્દ સે દિલ આબાદ રહા. એટલું જનહીં ગીત સાંભળ્યા બાદ તેને દુઆઓ પણ આપે છે અને પ્રોત્સાહિત કરે છે.
ઉલ્લેખનીય છે કે આ ગીત ઋષિ કપૂરની 1992ની ફિલ્મ ‘દીવાના’નું છે. ફિલ્મમાં દિવ્યા ભારતી અને શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આઈપીએસ પંકજ નૈને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયોને શેર કર્યો છે. આ વિડીયોને શેર કરતા તેમણે લખ્યું છે કે, ‘આવા હોય છે મહાન લોકો. એક વ્યક્તિને એ સમયે મોટિવેટ કરી રહ્યા છે જ્યારે તેઓ ખુદ હૉસ્પિટલનાં બેડ પર છે. તમે હંમેશા પોઝિટિવિટી માટે યાદ રહેશો.’
ઉલ્લેખનીય છે કે ગંભીર બીમારી બાદથી પોતાના અંતિમ સમય સુધી તેઓ હંમેશા પોઝિટિવ રહ્યા. તેમના ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફનું કહેવું છે કે ઋષિ કપૂરે તેમને અંતિમ સમય સુધી એન્ટરટેઇન કર્યા. તેમની ફેમિલી તરફથી જાહેર કરવામાં આવેલી નોટમાં લખવામાં આવ્યું છે કે ઋષિ કપૂર આંસુઓ નહીં, પરંતુ સ્મિત સાથે યાદ રહેવા ઇચ્છતા હતા. તેમણે બીમારી દરમિયાન પણ જિંદગીને ઉત્સાહ સાથે જીવી.
તેઓ ઇચ્છતા હતા કે તેમને સ્મિતમાં યાદ રખાય, ના કે આંસુઓમાં
નોટમાં લખ્યું છે કે, ‘આપણા પ્રિય ઋષિ કપૂર 2 વર્ષ લ્યૂકેમિયા સામે સંઘર્ષ બાદ આજે સવારે 8.45 પર હૉસ્પિટલમાં શાંતિ સાથે દુનિયા છોડી ગયા છે. ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફે જણાવ્યું કે તેઓ અંતિમ સમય સુધી તેમનું મનોરંજન કરી રહ્યા હતા. તેઓ બે મહાદ્વીપો વચ્ચે સારવાર દરમિયાન હંમેશા ખુશ અને જિંદગીને સંપૂર્ણ રીતે જીવવા માટે ઉત્સાહિત કર્યા. તેઓ તેમના ફેન્સનાં પ્રેમ માટે આભારી હતા જે દુનિયાભરમાંથી મળતો હતો. તેમના જવા પર તેઓ સમજશે કે તેઓ ઇચ્છતા હતા કે તેમને સ્મિતની સાથે યાદ કરવામાં આવે ના કે આંસુઓ સાથે.’
Hits: 997