મોદી : આ વાત હમણાં કોઈને કહેવાનું નથી હો.. હું સાંજે શાંતિથી વાત કરી લઈશ. ઓકે.
કેજરીવાલ : પણ જોયું ને મે તો પેપર ફોડી નાખ્યું.
ઘરમાં નાનું અને અણસમજુ બાળક વાતનું મહત્વ ન સમજે અને ઘરના મોટાની જેમ ભાંડો ફોડી નાંખે ને એવું કંઈક દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ મહાશયે આજે કર્યું.. સાચું ને..
સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉનને લંબાવવું તે નહી તે અંગે વિસ્તૃત ચર્ચા કરી. બધાની લગભગ સહમતી હતી જ. દેશની નજર આ વાત સત્તાવાર રીતે ક્યારે વડાપ્રધાન કહેશે બસ એટલી જ રાહ ડોવાઈ રહી હતી. ત્યાં તો વડાપ્રધાનના બધા જ બાળકોમાં ( સીએમ) મા પોતાને ઠાવકું અને હોશિયાર માનતું બાળક બોલી પડ્યું, હું કહું…. હું કહું શું વાત થઈ અને તેણે પેપર ફોડી નાખ્યું.
સાહેબે ટ્વીટર પર ટ્વીટ કરી જણાવ્યું કે જી લોકડાઉન લંબાવવાનું છે હો. હવે આમ કરવાથી કેજરીવાલ સાહેબને શું મળ્યું એ તો એ જ જાણે પરંતુ લાગે છે કે દિલ્હીમાં પોતાની બેદરકારીની ભરપાઈ કરવાની આ કોશિશ હતી જેના કારણે લોકોમાં ખળભળાટનું વાતાવરણ ઊભું થયું છે.
બીજું કે એ પણ વિચારવા જેવું છે કે શું કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીને આ પ્રકારે વડાપ્રધાન સત્તાવાર જાહેરાત કરે એ પહેલા જાહેરાત કરવાની સત્તા છે ?
શું આ કોઈ સમજીને કરવામાં આવેલી જાહેરાત છે કે પછી હરખ હરખમાં બોલાઈ ગયું. વિચારવા જેવું છે કે આવા મુખ્યમંત્રીના હાથમાં સત્તા હોય તો રાજ્ય કેટલું સુરક્ષિત.
સામાન્ય રીતે આવું તો મિડીયામાં બ્રેકિગ ન્યુઝ હોય છે પણ આજે પહેલીવાર ખબર પડી કે મુખ્યમંત્રીના મેળા પણ આવું જોવા મળે છે.
તમારું શું કહેવું છે..
Hits: 173