ઉલ્લેખનીય છે કે, રંગોલીએ મુરાદાબાદમાં ડોક્ટર્સ તથા પોલીસની ટીમ પર થયેલી હિંસાને લઈ વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી. રંગોલીની ટ્વીટ કોમી હિંસા ફેલાવે તે રીતની હતી. આ ટ્વીટ બાદ ફિલ્મમેકર રીમા કાગતી, એક્ટ્રેસ કુબ્રા તથા જ્વેલરી ડિઝાઈનર ફરાહ ખાન અલીએ ટ્વીટ પણ કરી હતી. રીમા કાગતીએ મુંબઈ પોલીસને ટેગ કરીને ટ્વીટ કરી હતી, તમે આ તરફ જોશો અને કોઈ પગલાં લેશો? આ ફૅક ન્યૂઝ ફેલાવે છે અને ચોક્કસ સમુદાયને લઈ હિંસા તથા તિરસ્કાર ફેલાવે છે.
સુઝાન ખાનની બહેન ફરાહ ખાન અલીએ પણ ટ્વીટ કરીને રંગોલીની ધરપકડની માગણી કરી હતી. ફરાહની આ ટ્વીટ પર રંગોલીએ તેને ડ્રગ એડિક્ટ કહી હતી.
ઉલ્લ્ખેનીય છે કે, એકાઉન્ડ સસ્પેન્ડ થયા બાદ રંગોલીએ કહ્યું હતું, ટ્વિટર એક અમેરિકન પ્લેટફોર્મ છે અને તે સંપૂર્ણ રીતે પક્ષપાતભર્યું વલણ રાખે છે અને ભારત વિરોધી છે. તમે હિંદુઓના ભગવાનની મજાક ઉડાવી શકો છો, પ્રધાનમંત્રી તથા ગૃહમંત્રીને આંતકવાદી કહી શકો છો પરંતુ જો તમે પોલીસ તથા સ્વાસ્થ્ય કર્મીઓ પર પથ્થરમારો કરતાં લોકો વિશે કંઈ બોલો તો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. તે આવા પ્લેટફોર્મ પર પોતાના સાચા અભિપ્રાયો વ્યક્ત કરવા માગતી નથી અને તે પોતાનું એકાઉન્ટ ફરીવાર ચાલુ કરાવશે નહીં. તે તેની બહેનની સ્પોક પર્સન છે અને હવે તેઓ ડાયરેક્ટ ઈન્ટરવ્યૂ પર ધ્યાન આપીશ. કંગના ઘણી જ મોટી સ્ટાર છે અને બીજા ઘણાં રસ્તાઓ છે. પક્ષપાતભર્યા પ્લેટફોર્મની સરળતાથી અવગણના થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે રંગોલીએ હાલમાં જ કંગના રનૌતની જૂની તસવીરો ટ્વિટર પર શૅર કરી હતી. લૉકડાઉન દરમિયાન કંગના પરિવાર સાથે હિમાચલ પ્રદેશમાં છે. નોંધનીય છે કે રંગોલી ટ્વિટર પર અવાર-નવાર બોલિવૂડ સ્ટાર્સને આડે હાથ લેતી હતી અને તેમને લઈ બેફામ ટ્વીટ કરતી હતી.
Hits: 61