Breaking News

કોરોનાની મહામારી વચ્ચે પણ પક્ષાપક્ષીનું રાજકારણ : ભાજપી કાઉન્સિલરે પોતાના કપડા ઉતાર્યા

વડોદરાના પૂર્વ ડે. મેયર કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીનું જ સાભંળતા હોવાનો આક્ષેપ લગાવીને વોર્ડ નંબર ૪ના અધિકારીઓ અને સ્ટાફને ગાળાગાળી કરીને ખખડાવ્યા

વડોદરામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે તેને અટકાવવા માટે તંત્રએ ચારેકોર અસરકારક કામગીરી શરૂ કરી દીધી છે. આ માહોલ વચ્ચે પણ પક્ષા પક્ષીનું રાજકારણ ઉભુ કરીને વિવાદ ઉભો થયો છે. વડોદરાના માંજલપૂર વિસ્તારમાં વીએમસી દ્વારા વિવિધ સોસાયટીઓમાં સેનેટાઇઝીંક કરવાના મુદ્દે ભાજપાના કાઉન્સિલરોએ વોર્ડ ઓફીસ પર પહોચી જઇને અધિકારીઓ અને કર્મચારીઓનો જાહેરમાં ગાળાગાળી કરીને ઉઘડો લઇ નાંખ્યો હતો. એક તબક્કે તો પોતાના કપડા પણ ઉતારી દીધા હતા.

માંજલપૂર વિસ્તારના કોંગ્રેસના કાઉન્સિલર તથા પૂર્વ ડે. મેયર ચિરાગ ઝવેરી અને તેમના વોર્ડના ભાજપી કાઉન્સલર કલ્પેશ પટેલ (જય રણછોડ) વચ્ચે ભારે હુંસાતુસી ચાલતી હોય છે. આ હુંસાતુસીના કોરોનાને અટકાવવા માટે તંત્રની કામગીરીમાં પડઘા પડ્યા હતા. તેમના વિસ્તારની કામગીરીમાં ચિરાગ ઝવેરી દ્વારા આપવામાં આવતી સોસાયટીઓને પ્રાધ્યાન્ય આપવામાં આવતુ હોવાનો કલ્પેશ પટેલ દ્વારા આક્ષેપ કરતા જણાવ્યુ હતુ, લોકડાઉનનો પૂરો અમલ કરવાના નાતે ઘરમાં બેસીને અધિકારીઓને સેનેટાઇઝેશનથી લઇને અન્ય સેવાઓ અંગે ટેલીફોનીક સૂચનાઓ આપવામાં આવતી હોય છે. પરંતુ તેનો અમલ કરવામાં આવતો નહી હોવાથી આજે વોર્ડ નંબર ચારની ઓફિસે પહોચી જઇને અધિકારીઓને રજૂઆત કરી હતી. ત્યાર પછી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર ચારની ઓફિસે પહોચી ગયેલા ભાજપી કાઉન્સિલરે કચેરીની બહાર જ પચાસથી વધુ કર્મચારીઓની સામે જ તેમના કપડા ઉતારવાના શરૂ કરી દઈને ગાળાગાળી કરી દીધી હતી. જેના પગલે ઉત્તેજના પણ ફેલાઇ ગઇ હતી. આ અરસામાં કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરી પણ પહોચી ગયા હતા. એક તબક્કે બંન્ને વચ્ચે ચડભડ પણ થઇ જાય તેવો માહોલ ઉભો થઇ ગયો હતો.

Hits: 149

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?