આઈ.એ. એસના વકીલ હિતેશ ગુપ્તાના સ્ફોટક નિવેદન: પોલીસ તપાસનો છેડો સચિવાલય સુધી પહોંચે તેવી વાત
સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહીયા સામેના આક્ષેપો ખોટા સાબિત થયા બાદ લીનુ સિંઘ દેશ છોડીને જતી રહી હોવાની વાતો સામે આવી રહી છે. તેવા સમયમાં ગૌરવ દહીંયાને બદનામ કરવા માટે ગાંધીનગરના IAS અધિકારીનો દોરી સંચાર હોવાનો આક્ષેપ ગૌરવ દહીયા તરફથી થયો છે. પોલીસ તપાસમાં એવી સ્ફોટક હકીકત જણાઈ આવી છે ,કે ગુજરાત સરકારના કેટલાક અધિકારીએ લીનું સિંગને હાથો બનાવીને ડો. ગૌરવ દહીંયાંની કારકિર્દી ને ખતમ કરવાનો કારસો રચ્યો અને તેની સાથે ગુજરાત સરકારને પણ આ કારસા થકી બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગૌરવ દહીંયાં પોતે તબીબ છે, તેમણે ભૂતકાળમાં દિલ્હી ની AIIMS ખાતે ફરજ બજાવી છે, એટલુજ નહિ પણ IAS તરીકે સ્વાઈન ફલૂ વખતે સરકાર શ્રી વતી સરાહનીય કાર્ય કર્યું હતું. જ્યારે તેમની ઉપર ના આક્ષેપો ખોટા સાબિત થયા છે, ત્યારે તમામ ઘટના ક્રમ ને ધ્યાનમાં લઈ ને ફરજ મોકૂફીનો હુકમ રદબાતલ કરવાની અરજ કરી છે. હાલ જયારે કોરોનાં મહામારી એ માઝા મૂકી છે ત્યારે તેઓ ગુજરાત સરકાર જે પણ ફરજ સોંપે તે કુનેહ પૂર્વક નિભાવવાની તૈયારી બતાવી છે.
છેલ્લા 15 દિવસથી ઘણી બાબતો બહાર આવી છે. જેમાં લીનુ સિંઘે જે આક્ષેપો કર્યા છે તે તમામ આક્ષેપો ખોટા પુરવાર થયા છે. આવા આક્ષેપોને લઈને ગૌરવ દહીયા દબાણમાં હતા. પોલીસે તપાસ પણ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે, વર્ષ 2015માં લીનુ સિંઘના લગ્ન થઇ ચુક્યા હતા અને બંને દંપતીએ ભેગા મળીને આ ષડ્યંત્ર રચ્યું હતું.
સોશિયલ મીડિયામાં લીનુ સિંઘ અને તેનો પતિ ડો. કુલદીપ દિનકરે 17 ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. ગાજીયાબાદમાં પોલીસ તપાસમાં લીનુ સિંઘના મેરેજ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા ,આ લગ્ન વર્ષ 2015માં થયાં નું મેરેજ સર્ટિફિકેટ ને આધારે પુરવાર થયું હતું. જ્યારે કુલદીપ દિનકર દ્વારા દિલ્લીની સાકેત શેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી, જે નામદાર કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. જ્યારે તેણે જુલાઈ 2019 એ ખોટી ફરિયાદ કરી હતી. લગ્ન જીવનથી જે બાળકીને જન્મ થયો હોવાના તમામ આક્ષેપો ખોટા હતા. લીનુ સિંઘે 20 કરોડ તેમજ દિલ્હીમાં એક મકાન ખરીદવાની ડિમાન્ડ મેસેજ દ્વારા કરી હતી ,જે પુરી ના થતા તેણે આ કાવતરુ ઘડ્યું હતું.
લીનું સિંઘને અમદાવાદની વૈભવી કલબ ઉતારવામાં આવ્યા હતા તથા આવા જવા માટે ફલાઇટ ની ટિકિટો પણ આપવામાં આવી હતી.આમ લીનુ સિંઘને અમદાવાદમાં વૈભવી સુવિધાઓ મળી છે. લીનુ સિંઘને ગાંધીનગરના કેટલાક વગદાર અધિકારીઓ મદદ કરી રહ્યા છે. આ અધિકારી ઓ કોણ છે , જેને લીનુ સિંઘને મદદ કરી છે તે મામલે પોલીસ દ્વારા મોબાઈલ કોલની હિસ્ટરી કાઢીને તપાસ ચાલુ કરવામાં આવી છે.
ગૌરવ દહીયાએ દિલ્હી હાઇકોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. લીનુ સિંઘના ફેક એકાઉન્ટ પણ હાઇકોર્ટે ધ્યાને લીધું છે. લીનુ સિંઘ અમદાવા માં વૈભવી સુવિધા સાથે રહી હતી કોના સાથથી કોર્ટ સુધી અરજી કરી જેની પોલીસ તપાસ કરી રહી છે. લીનુ સિંઘ ક્રિમિનલ માઈન્ડની સાબિત થઇ છે.
લીનુ સિંઘએ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારી અને ગૌરવ દહીયાનું નામ લખીને હું આત્મહત્યા કરીશ અને ધમકી સાથે પોલીસને જણાવેલ કે માળવીયા નગર પોલીસ સ્ટેશનની બહાર તે પેટ્રોલ છાંટીને સળગી મરશે અને સ્યુસાઈડ નોટ માં તપાસ કરનારા પોલીસ તેમજ ગૌરવ દહીંયાનું નામ લખશે અને તપાસ કરનાર પોલીસ અધિકારીના બાળકોને ભીખ માંગવાનો વારો આવશે. આ અંગે તપાસ કરનારા પોલીસ અધિકારીએ ઉત્તર પ્રદેશના અટ્રોલી પોલીસ મથકે આવી ધમકી પણ લીનુ સિંઘ આપી હોવાની જાણ કરી હતી. બીજી તરફ લીનુ સિંઘને દિલ્હી હાઇકોર્ટે આદેશ કર્યો છે કે. ટીવી ચેનલમાં કે સોશિયલ મીડિયામાં ગૌરવ દહીયા વિરુદ્ધ લખાણ લખી શકશે નહીં. દિલ્હી હાઇકોર્ટે પોતાના આદેશમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર ,ગૂગલ કે જેઓને જરૂરી પક્ષકાર તરીકે જોડીને ,તેઓના પ્લેટફોર્મ પર જે કોઈ બદનક્ષી ભર્યા લખાણો પ્રકાશિત કરવામાં આવેલા છે તેને એક સપ્તાહમાં દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લીનુ સિંઘના ફેક એકાઉન્ટ પણ હાઈકોર્ટે ધ્યાને લીધું છે. પોલીસ તપાસ કરવા ગઈ ત્યારે નેપાળ ખાતે લીનુ સિંઘ જતી રહી હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું છે.
Hits: 89