એવા લોકો જે કોરોનાથી સંક્રમિત છે પરંતુ લક્ષણો નથી દેખતા તેવા લોકો દ્વારા બીજામાં ચેપ ફેલાવાની સંભાવના વધુ હોય છે. સર ગંગારામ હોસ્પિટલ, નવી દિલ્હીના નિષ્ણાત ડો. માલા શ્રીવાસ્તના જણાવ્યા પ્રમાણે, આવા લોકો બીજાને સંક્રમિત કરી રહ્યા છે. કોરોનાવાઈરસથી બચવા માટે માસ્ક પણ સમયાંતરે બદલતા રહોઅને આર્થરાઈટિસના દર્દીઓને ખાસ સાવધાની રાખવાની જરૂર છે. કોરોના સંક્રમણથી જોડાયેલા સવાલોના જવાબ ડો. શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયા રેડિયોના એક કાર્યક્રમમાં આપ્યા છે, જાણો તેના વિશે…
1) એક માસ્ક કેટલા સમય સુધીઅસરકારક રહે છે?
જે લોકો સર્જિકલ માસ્ક લગાવે છેતેઓ 6થી 8 કલાક સુધી તેને પહેરી શકે છે. ત્યારબાદ બદલવોજરૂરી છે. જો N95 માસ્કનો ઉપયોગ કરી રહ્યા છો તો તેઓ તેને 24 કલાક સુધી પહેરી શકાયછે. તે ઉપરાંત જો ઘરે બનાવવામાં આવેલોમાસ્ક પહેરો છો તેને ધોઈને ફરીથી ઉપયોગ કરી શકાય છે. ધ્યાનમાં રાખો કે હોમમેઇડ માસ્ક કોટનનોહોવોજોઈએ અને તેના ત્રણ લેયર હોવા જોઈએ.
2) કોરોનાવાઈરસના કેટલાક કિસ્સામાં લક્ષણો નથી દેખાતા, શું તે ગંભીર સ્થિતિ છે?
આવા લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી હોવાને કારણે સંક્રમણ તો હોય છે પણ લક્ષણો દેખાતાં નથી. ભલે તેમને સમસ્યા ન થતી હોય પણ સંક્રમણ ફેલાવાની પૂરી સંભાવના રહે છે. આવા લોકો સંક્રમિત થયા બાદ વિચારે છે કે તેઓ એકદમ સ્વસ્થ છે અને આજુબાજુ ફરતા રહે છે. આ દરમિયાન તેઓ બીજાને પણ સંક્રમિત કરે છે. આ જ કારણ છે કે જ્યારે નવા કેસ બહાર આવે છે ત્યારે આસપાસના લોકોની સાથે દર્દીના પરિવારજનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
3) જો કોઈ વ્યક્તિમાં સંક્રમણના લક્ષણ નથી તો તેનાથી કેવી રીતે બચવું?
આ દિવસોમાં આવા ઘણા કિસ્સા બન્યા છે, જેમાં કોઈ લક્ષણો નથી અને ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. આવી સ્થિતિમાં, લોકોથી અંતર રાખવું એ જ એક ઉપાય છે. એક સાથે ઉભા ન રહો, ભેગા થવાનું ટાળવું, માસ્ક લગાવવો અને હાથ ધોતા રહેવું.
4) સંક્રમણથી બચવા માટે આંખોને કેવી રીતે કવર કરવી, તેનાથી કેટલું જોખમ છે?
મોં અને નાકને માસ્કથી કવર કરી શકાય છે. આંખો પર ચશ્મા લગાવી શકો છો. જો કોઈ સ્વાસ્થ્ય કર્મચારી છે અને સંક્રમિત દર્દીની સંભાળ રાખે છે તો તેને ફેસ શીલ્ડ, ચશ્મા અને આઈકવર આપવામાં આવે છે. આમ તો સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પૂરતા છે. જો કે, ડોકટરો દર્દીઓને નજીકથી જુએ છે એટલા માટે તેમને આંખને કવર કરવી જરૂરી છે.
5) જે લોકોને આર્થરાઈટિસ છે તેઓ શું સાવધાની રાખવી જોઈએ?
આર્થરાઈટિસમાં જે દવા આપવામાં આવે છે તેનાથી ઈમ્યુનિટી ઘટી જાય છે અને સંક્રમણનું જોખમ વધી જાય છે એટલા માટે આ દરમિયાન ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું. તમામ જરૂરી સાવધાની રાખવી.
6) કોરોનાની વેક્સિન બનાવવામાં કેટલો સમય લાગી શકે છે?
અત્યારે ભારત સહિત સમગ્ર દુનિયામાં સંશોધન અને તમામ કામગીરી ચાલી રહી છે. અત્યારે તે લેબોરેટ્રી અને રિસર્ચ લેવલ પર છે. વેક્સિન બનાવવા અને લોકો સુધી પહોંચવામાં 6-7 મહિનાનો સમય લાગી જશે.
Hits: 146