અમદાવાદમાં 42 કેસ નોંધાયા
2ના મોત થતા ગુજરાતમાં કુલ મોત 30
ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો 695 કેસ થયા છે. આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે.
અમદાવાદમાં કુલ 404 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 116 કેસ, સુરતમાં 48 કેસ, ભાવનગરમાં 26 કેસ, રાજકોટમાં 18 કેસ, ગાંધીનગરમાં 16 કેસ. જ્યારે પાટણમાં 14 અને ભરૂચમાં 11 કેસ નોંધાયા છે.. આ તરફ આણંદમાં 10 કેસ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં 5-5 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ અને મહેસાણામાં 4-4 કેસ નોંધાયા છે. . બીજી તરફ ગીર-સોમનાથ, દાહોદ અને બનાસકાંઠામાં 2-2 કેસ છે. તો જામનગર, મોરબી, સાબરકાંઠા, બોટાદ અને ખેડામાં 1-1 કેસ નોંધાયા છે.. બોટાદ અને ખેડામાં પ્રથમ કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં નવા 56 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ પોઝિટિવ કેસનો આંકડો 695 પર પહોંચી ગયો છે.
અમદાવાદ એપી સેન્ટર
અમદાવાદમાં ગઈકાલે સાંજે નોંધાયેલા કેસમાં 11 કેસ ભુલથી નોંધાઈ ગયા હતા જેને પગલે કુલ કેસમાંથી 11 કેસ બાદ કરી દેવાયા હતા. આજે એકલા અમદાવાદમાં જ નવા 42 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યાનો આંકડો 404 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 30 લોકોના મોત
અમદાવાદમાં વધુ બે દર્દીઓના મોત થતાં જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 30 લોકોના મોત કોરોનાને કારણે થઈ ચુક્યા છે. અમદાવાદમાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે.
Hits: 133