કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે આખી દુનિયામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઘણાં દેશ કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બ્રિટનની ઓક્સફોર્ડ જેનર ઈન્સ્ટિટ્યુટમાં કોરોના સામે લડવાની રસી બનાવવા માટેની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ થઈ ગઈ છે. હવે ઈન્સ્ટિટ્યુટને આશા છે કે વેક્સિનને બજારમાં સપ્ટેમ્બર 2020માં ઉતારવામાં આવી શકે છે.આ હકીકત છે કે દુનિયાના ઘણાં દેશોમાં કોરોના સામેની રસી માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે અને કેટલાક દેશો વર્ષના અંત સુધીમાં રસી બનાવી દેવાની વાત કરી રહ્યા છે, તે રીતે સૌથી પહેલા ઓક્સફોર્ડ ઈન્સ્ટિટ્યુટની રસી બજારમાં આવી શકે છે.
આ પહેલા WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના પ્રમુખ ટી બી ગેબ્રેયેસસે કોરોના વાયરસની રસીને લઈને કેટલાક સકારાત્મક સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઈબોલાની વેક્સિન બનાવવામાં સંગઠનની મહત્વની ભૂમિકા રહી છે અને આ વખતે પણ વેક્સિન બનાવવાના કારમાં ઝડપ કરવામાં આવી છે.તેમણે આગળ જણાવ્યું કે, “WHOએ ઈબોલા વેક્સિનના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને કોવિડ-19ના સમયમાં પણ એવું જ કામ કરી રહ્યા છીએ. કોવિડ-19 વેક્સિન બનાવવાનું કામ ઝડપી કરાયું છે જેનું કારણ પાછલું કામ છે.
પોતાના સહયોગીઓ સાથે ઘણાં વર્ષોથી અન્ય કોરોના વાયરસની વેક્સિન પર કામ કરાયું છે.”તેમણે આગળ જણાવ્યું કે, મેના અંત સુધીમાં જેનર ઈન્સ્ટિટ્યુટે કોવિડ-19ના 6000થી વધુ લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે, રસી બનાવવા એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે તે સુરક્ષિત હોવાની સાથે જલદી અસર કરનારી હોય. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોવિડ-19ની રસીનો ડોઝ અંગે મંજૂરી મેળવ્યા બાદ સપ્ટેમ્બરમાં આવી શકે છે.
ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોનો આંકડો 29 હજાર પાર કરી ગયો છે. સરકાર તરફથી કોરોનાનાં વધતા સંક્રમણને રોકવા માટે જરૂરી પગલા ઉઠાવવામાં આવે છે. દેશમાં 3 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતા જે રીતે કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે તે ચિંતાજનક છે. વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રિય ટીમનાં રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે મેનાં બીજા અઠવાડિયા સુધી ભારતમાં 1.12 લાખ કોરોનાનાં કેસ આવી શકે છે.
મે સુધી ભારતમાં હશે 1 લાખથી વધારે કેસ
સ્વાસ્થ્ય વિભાગનાં જણાવ્યા પ્રમાણે દેશભરમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 29435 થઈ ગઈ છે. આમાં 21632 એક્ટિવ કેસ છે. કોરોનાથી દેશભરમાં અત્યાર સુધી 934 લોકોનાં મોત થયા છે, જ્યારે રાહતની વાત એ છે કે 6868 દર્દીઓ ઠીક થઈ ગયા છે. જો કે વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રિય ટીમનું માનવું છે કે ભારતમાં કોરોના મહામારીનો અત્યારે એક્ટિવ ફેસ ચાલી રહ્યો છે. આ ધીરેધીરે વધશે. મેનાં બીજા અઠવાડિયા સુધી કેસોની સંખ્યા 1 લાખ પાર થઈ જશે.
ભારતમાં ટેસ્ટિંગ રેટ અત્યારે ઘણો જ ઓછો છે
ભારતમાં કોરોનાનાં કેસની સ્ટડી કરનારા COV-IND-19 સ્ટડી ગ્રુપનાં રિસર્ચમાં આ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે શરુઆતનાં સમયમાં કોરોનાનાં કેસને નિયંત્રિત કરવામાં ઇટાલી અને અમેરિકા જેવા બીજા દેશોની સરખામણીમાં સારું કામ કર્યું છે. રિસર્ચ પ્રમાણે ભારતમાં ટેસ્ટિંગ રેટ અત્યારે ઘણો જ ઓછો છે જેના કારણે દેશમાં પ્રભાવિત કેસોની અસલી સંખ્યા સ્પષ્ટ નથી. બીજી તરફ ટેસ્ટિંગની લીમિટ વધારતા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે 1.07 કરોડ આરટી-પીસીઆર ટેસ્ટ કિટનું ટેન્ડર નીકાળ્યું છે.
Hits: 278