ગુજરાતમાં આજે નવા 108 કેસ નોંધાયા
રાજ્યમાં આજે કોરોનાના વધુ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંછી અમદાવાદ 91, અરવલ્લી 6 , કચ્છ, પંચમહાલ, રાજકોટ અને સુરત 2-2 , મહીસાગર, મહેસાણા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1851એ પહોંચ્યો છે.14 વેન્ટિલેટર પર, 1662 લોકોની હાલત સ્થિર છે.
રાજ્યમાં 106 લોકોએ કોરોનાને મહાત આપી છે .
સુરતમાં કુલ દર્દી ૨૪૪
સુરતમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સુરતમાં આજે કોરોનાના માત્ર 2 નવા કેસ નોંધાતા તંત્રને રાહત મળી છે. સુરતમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 244 થઈ ગઈ છેય સુરતમાં અત્યાર સુધી 10ના મોત થયા છે જ્યારે 11 દર્દી થયા સ્વસ્થ થઈને પોતાને ઘરે પરત ફર્યા છે.
વડોદરામાં છેલ્લા 12માં માત્ર એક જ કેસ નોંધાયો
વડોદરામાં રોજની સરખામણીએ આજે ઓછા કેસ નોંધાયા છે. વડોદરામાં છેલ્લા 12માં માત્ર એક જ કેસ નોંધાયો છે. વડોદરામાં કુલ કેસની સંખ્યા 181 થઈ છે. વડોદરામાં 7ના મોત થઈ ચૂક્યા છે. વડોદરામાં આજે એકને રજા અપાઈ છે. વડોદરામાં અત્યાર સુધીમાં 8 દર્દી કોરોનાને હરાવીને સાજા થઈ ચુક્યા છે.
રાજકોટમાં કોરોનાના આજે માત્ર 2 કેસ નોંધાયા
રાજકોટમાં કોરોનાના આજે માત્ર 2 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 38 થઈ છે. 9 દર્દી સાજા થઈ ચુક્યા છે. રાજકોટમાં હજુ સુધી કોરોનાથી એકપણ મોત થયુ નથી.
અમદાવાદની સ્થિતિ ગંભીર
અમદાવાદમાં કુલ 1192 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાંથી 34 લોકોના મોત થયા છે. આજે પણ 2 વ્યક્તિના અમદાવાદમાં કોરોનાથી મોત થયા છે. જ્યારે 29 જેટલા લોકો સાજા થઈને ઘરે જઈ ચુક્યા છે.
Hits: 356