ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની આજે, 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ કેસમાં સામે આવેલા નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી સેલિબ્રિટી છે. તે બોલિવૂડમાં એ-લિસ્ટેડ એક્ટ્રેસિસમાં સામેલ છે. દીપિકા પાદુકોણ NCBના ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ છે. દીપિકાએ મીડિયાથી બચવા માટે નાની ગાડીનો ઉપયોગ કર્યો હતો.
NCB ગેસ્ટ હાઉસથી લઈ મેઈન રોડ સુધી મુંબઈ પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા છે. દીપિકા પાદુકોણની અહીંયા પૂછપરછ થવાની છે. જ્યારે સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની NCBની ઓફિસમાં પૂછપરછ થશે. શ્રદ્ધા કપૂર તથા સારા અલી ખાનની પૂછપરછ NCB અધિકારી સમીર વાનખેડે કરશે.
દીપિકાને આ પાંચ સવાલ પૂછવામાં આવી શકે છેઃ
- શું તમે ક્યારેય ડ્રગ્સ લીધું હતું અથવા તો ખરીદ્યું હતું? જો હા તો ક્યાંથી અને કેવી રીતે?
- તમારો મોબાઈલ નંબર કન્ફર્મ કરો. કરિશ્મા પ્રકાશ તથા જયા સાહા સાથેની ચેટ તમારી છે કે નહીં?
- તમે કરિશ્માને ક્યારથી ઓળખો છો? તમારી કેવી રીતે મુલાકાત થઈ?
- તમે ક્યારેય ડ્રગ્સની વ્યવસ્થા કરવાની વાત કહી હતી અને કેટલીવાર ડ્રગ્સ ખરીદવા માટે કહ્યું હતું? તમે ડ્રગ્સ પોતાના માટે ખરીદ્યું કે અન્ય કોઈ માટે?
- તમે કરિશ્માને પેમેન્ટ કર્યું હતું? હા તો પેમેન્ટ મોડ શું હતો? કોકો રેસ્ટોરાંમાં જે પાર્ટી થઈ થઈ તેમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?
થોડાં સમય પહેલાં દીપિકા-કરિશ્માની 28 ઓક્ટોબર, 2017ની વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. હવે આ ચેટ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે, આ વ્હોટ્સએપ ગ્રુપમાં ત્રણ લોકો સામેલ હતા, જેમાં દીપિકા, મેનેજર કરિશ્મા પ્રકાશ તથા જયા સાહા હતા. આ ગ્રુપની એડમિન દીપિકા પાદુકોણ પોતે જ હતી. 2017માં બનેલું ગ્રુપ થોડાં દિવસ પહેલાં જ ડિલિટ કરી નાખવામાં આવ્યું છે. સૂત્રોના મતે, આ ગ્રુપમાં દીપિકાની મેનેજર કરિશ્મા તથા રિયાની મેનેજર જયા સાહા મેમ્બર હતા. તપાસ એજન્સીને આ ગ્રુપની અનેક ડ્રગ ચેટ મળી હતી. આને આધારે NCB એક સિન્ડિકેટ ચલાવવાનો કેસ દાખલ કરી શકે છે.
NCBની પૂછપરછમાં કરિશ્મા પહેલા રડવા લાગી હતી. ત્યારબાદ તેની સામે પુરાવા રાખવામાં આવ્યા તો કરિશ્માએ એક્ટ્રેસ અંગે મોટા ખુલાસા કર્યા છે. સૂત્રોના મતે, કરિશ્માએ એમ કહ્યું હતું કે દીપિકાએ આ ગ્રુપમાં તેને જબરજસ્તી સામેલ કરી હતી.
ગ્રુપમાં 12 સભ્યો હતા, દીપિકા ઉપરાંત બે ગ્રુપ એડમિન હતા
સૂત્રોના મતે, આ ગ્રુપમાં કુલ 12 સભ્યો હતા, દીપિકા ઉપરાંત 2 અન્ય સભ્યો એડમિન હતા. કરિશ્માએ પોતાની પૂછપરછમાં કહ્યું હતું કે તે જયા સાહાના હાથ નીચે કામ કરતી હતી અને અનેકવાર દીપિકા સાથે વાત થઈ હતી. જયા તથા દીપિકાની મુલાકાત પણ તેણે જ કરાવી હતી. કરિશ્માએ દીપિકા માટે ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી છે. આ ગ્રુપની ચેટ એ વાત સાબિત કરે છે કે અનેક સેલિબ્રિટીઝ ડ્રગ્સ ખરીદવા માટે પોતાના સ્ટાફ કે મેનેજરનો ઉપયોગ કરે છે.
Hits: 39