ગુજરાતમાં ગત એક જ દિવસમાં કોરોનાનાં નવા 231 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો કોરોનાનાં કારણે 18 લોકોનાં મોત થયા છે. અને કુલ 31 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 3302 થયો છે. તો કોરોનાને કારણે મોતનો કુલ આંક 151 થયો છે. અને 313 લોકોએ કોરોનાને માત આપી છે.
નવા નોંધાયેલ 230 પોઝિટિવ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 178 કેસ, સુરતમાં 30 કેસ, આણંદમાં 8 કેસ, બનાસકાંઠામાં 1 કેસ, ગાંધીનગરમાં 2 કેસ. ખેડા-નવસારી-પાટણમાં એક-એક કેસ, રાજકોટમાં અને વડોદરામાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાનાં કુલ 2181 કેસ અને 104 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે સુરતમાં 526 કેસ અને 15 લોકોનાં મોત નિપજ્યા છે. તો વડોદરામાં 234 કેસ અને 12 લોકોનાં મોત નિપજ્યા છે.
ગુજરાતમાં ગત એક જ દિવસમાં કોરોનાનાં નવા 231 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો કોરોનાનાં કારણે 18 લોકોનાં મોત થયા છે. અને કુલ 31 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 3302 થયો છે. તો કોરોનાને કારણે મોતનો કુલ આંક 151 થયો છે. અને 313 લોકોએ કોરોનાને માત આપી છે.
કેન્દ્ર સરકાર પણ ચિંતામાં
અમદાવાદ કોરોનાની સ્થિતિ વકરતા સરકાર એલર્ટ થઈ ગઈ છે. બે દિવસથી સતત કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમ અમદાવાદમાં કોરોનાની કામગીરીની સમીક્ષા કરી રહી છે. ગૃહ વિભાગની ટીમે સિવિલ કોવિડ 19 હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દર્દીઓને આપવામાં આવતી સારવારનું નિરીક્ષણ કર્યું હતુ. અમદાવાદની સ્થિતિ પર કેન્દ્ર સરકારની નજર કોરોના સંક્રમણ અટકાવવા અંગે રણનીતિ ઘડવામાં આવી છે. અમદાવાદમાં લોકડાઉન વધારવા અંગે પણ ચર્ચા થઇ રહી છે.
Hits: 480