CM નિવાસ સ્થાને યોજાઇ બેઠક
રાજ્ય સરકારે 3 વિભાગોને ઉધોગ શરૂ કરવાની જવાબદારી સોંપી
આવતા સોમવારથી ઉધોગ રિપોર્ટના આધાર પર શરૂ થઇ શકે છે
દેશભરમાં લાગુ કરાયેલા 3 મે સુધીના લોકડાઉનને લઇને રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. જેને લઇને રાજ્યમાં કેટલાક ઉદ્યોગો શરૂ કરવાને લઇને સોમવારે નિર્ણય લેવામાં આવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા શ્રમ અને રોજગાર, ખાણ ખનીજ, GIDC અને કુટીર ઉધોગને જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઇને રાજ્યમાં કેટલાક ઉદ્યોગો શરૂ થઇ શકે છે.
રાજ્ય સરકાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગને શ્રમિકોને સર્વેની જવાબદારી સોંપાઈ છે. જેમાં રાજ્ય અને રાજ્ય બહારના શ્રમિકોને લઇને જવાબદારી સોંપવામાં આવી છે. જે ઉધોગ પાસે શ્રમિકોને રહેવા અને જમવાની કે પરિવહનની વ્યવસ્થા હશે તેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.
આ સાથે લોકડાઉન વચ્ચે ઉધોગ વિભાગે તમામ જીઆઇડીસીના એકમો પાસે માહિતી માંગી છે. રાજ્યના મજૂર અને રાજ્ય બહારના મજૂરો વિશે પણ માહિતી માંગવામાં આવી છે. આ અંગે આવતા શનિવાર સુધીમાં તમામ વિભાગે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવનું સૂચન કરવામાં આવ્યું છે. આમ રિપોર્ટના આધારે આવતા સોમવારે ઉધોગ ખોલવા મુદ્દે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લઇ શકે છે.
Hits: 743