રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે સમગ્ર દેશમાં ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ત્યારે કોરોના ટેસ્ટિંગને લઈને છેલ્લા બે દિવસથી ઉઠી રહેલા સવાલોને લઈને આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પોતાના હેલ્થ બુલેટિનમાં માહિતી આપી હતી. કોરોનાનું એપીસેન્ટર ગણાતા અમદાવાદમાં હાલ 1652 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 69 દર્દીઓએ કોરોના સામેનો જંગ હારી ગયા છે, જ્યારે 113 દર્દી હોસ્પિટમાંથી ઘરે પહોંચી ગયા છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ પોતાના બુલેટિનમાં અમદાવાદીઓની ચિંતા વધારે તેવું નિવેદન આપ્યું હતું. તમને જણાવીએ કે છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે.
અમદાવાદ માટે સૌથી ચિંતાજનક સમાચાર આજે વિજય નહેરાએ આપ્યા હતા. અમદાવાદમાં હવે કેસ ડબલિંગ રેટના આધારે AMCએ એક મોટું અનુમાન કાઢ્યું છે. અમદાવાદમાં જો હાલના રેટ પ્રમાણે 15મે સુધીલ ચાલે તો કુલ 10000કેસની આશંકા સેવવામાં આવી છે. શહેરમાં ડબલિંગ રેટ 8 દિવસ થાય તો 7000 કેસની આશંકા છે. પરંતુ હાલ 4 દિવસમાં કેસ ડબલ થાય છે. તેના આધારે ગણિત કાઢીએ તો હાલના રેટ પ્રમાણે 31મે સુધી 8 લાખ કેસની આશંકા સેવવામાં આવી છે. 7થી 8 દિવસનો કેસ ડબલિંગ રેટ કરવા પ્રયાસ હાથ ધરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, અમદાવાદીઓ માટે સ્થિતિ દિવસેને દિવસે વધુ કપરી બનતી જાય છે. પહેલા શહેરમાં ત્રણ દિવસમાં કેસ ડબલ થતા હતા. જે હવે સાત દિવસે થાય છે, જો આજ રેટે શહેર આગળ વધ્યું તો 15મે સુધીમાં 10 હજાર કેસ સામે હશે. અમદાવાદમાં 17થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા, હાલ સાત દિવસમાં કેસ ડબલ થાય છે.
Hits: 537