અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 191 નવા કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 14 અને સુરતમાં 1 દર્દીનું મોત થતા કુલ 15ના મોત થયા છે. જ્યારે 7 દર્દી સાજા થયા છે. આમ કુલ મૃત્યુઆંક 127 થયો છે અને અત્યાર સુધીના કુલ દર્દી 2815 થયા છે અને 265 દર્દી સાજા થયા છે.
29 દર્દીવેન્ટીલેટર પર અને 2394ની હાલત સ્થિર
કોરોના અંગે અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાંનવા 191 કેસ નોંધાયા છે. જેમાંઅદાવાદમાં 169, સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, પંચમહાલમાં 3 ભાવનગરમાં 2 અને વલસાડ, બોટાદ અને ગાંધીનગરમાં 1-1 કેસનો સમાવેશ થાયછે. જ્યારે 15 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 14 અને સુરતમાં 1નું મોત થયું છે અને 7 દર્દી સાજા થયા છે. કુલ 2815 દર્દીમાંથી 29 દર્દીવેન્ટીલેટર પર અને 2394ની હાલત સ્થિર છે જ્યારે265 સાજા થયા અને 127ના મોત છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં 43,822 ટેસ્ટ કરવામાં આવ્યા અને તેમાંથી 2815ના રિપોર્ટ પોઝિટિવ અને 41007ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
નિઝામુદ્દીનથી આવેલા લોકોને કારણે સંક્રમણ વધ્યુંઃ CM રૂપાણી
રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ મામલે આજે મુખ્યમંત્રી રૂપાણીએ મીડિયાને જણાવ્યું કે, નિઝામુદ્દીનથી આવેલા લોકોને કારણે સંક્રમણ વધ્યું છે. કર્ફ્યુ ન લગાવ્યો હોત તો હાલત ખરાબ હોત. મૃત્યુદર 3થી 4 ટકા છે ડરવાની જરૂર નથી. રાજ્યના 70થી 80 ટકા કેસ સુરત, અમદાવાદ, સુરત અને વડોદરાના છે. તબીબોને ચેપ લાગી રહ્યો હોવાછતાં હાલ 18 કલાક કામ કરી રહ્યાં છે. રાજ્યમાં વેન્ટીલેટરની કોઈ અછત નથી.
કલસ્ટર-કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં અને લેબર કેમ્પમાં રહેતી સગર્ભા-પ્રસૂતા કોરોના ટેસ્ટ થશે
મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને નિર્દેશો આપ્યા છે કે, રાજ્યમાં કલસ્ટર કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં તેમજ શ્રમિકો માટે ચલાવવામાં આવતા લેબર કેમ્પમાં રહેતી સગર્ભા બહેનો તથા હોટસ્પોટ જિલ્લાઓના કેન્દ્રોમાંથી ખસેડવામાં આવેલી આવી બહેનો જેમને પ્રસવ પીડા હોય કે આગામી પાંચ દિવસોમાં પ્રસુતિ થવાની હોય તેવી બહેનો બિમારીના કોઇ લક્ષણો ધરાવતી ન હોય તો પણ પ્રસુતા આરોગ્ય સંભાળની તકેદારી રુપે આવી બહેનોના કોવિડ-૧૯ તપાસણી ટેસ્ટ કરવામાં આવે.
કર્ફ્યૂ દરમિયાન કુલ 482 ગુના દાખલ કર્યાં અને 544 આરોપીની ધરપકડ કરીઃ DGP
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનની સ્થિતિ અંગે જણાવ્યું કે,ત્રણેય શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે. કર્ફ્યૂમાં લોકોએ સહકાર આપ્યોછે. કર્ફ્યૂ ભંગના અમદાવાદમાં કુલ 198 ગુનામાં 223ની ધરપકડ કરવામાં આવી છે. એવી જ રીતે સુરતમાં કુલ 155 ગુનામાં 158 લોકોની અને રાજકોટમાં કુલ 129 ગુનામાં 143 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમ કર્ફ્યૂ દરમિયાન રાજ્યમાં કુલ 482 ગુના દાખલ કરવામાં આવ્યા તેમાં 544 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 51 ગુના ડ્રોન અને 6 ગુના સીસીટીવીના ઉપયોગથી દાખલ કરવામાં આવ્યા છે. 3 મે સુધી લોકડાઉન ચાલુ છે, જેથી તમામ સ્થળોએ લોકડાઉનનો કડક અમલ ચાલુ રહેશે. જ્યાંકર્ફ્યૂ હતો અને સંક્રમણ વધારે ફેલાયેલું છે ત્યાં લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે.
રાજ્યમાં 98 સબ રજિસ્ટ્રારની કચેરી શરૂ, દસ્તાવેજની નોંધણી ઓનલાઇન કરાવવાની રહેશે
રાજ્યમાં ધીરે-ધીરે સરકારી કામકાજ શરૂ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપી છેકે, રાજ્યમાં 98 સબ રજિસ્ટ્રારની કચેરીઓ શરૂ કરવામાં આવશે. જોકે સબ રજિસ્ટ્રાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે અને દસ્તાવેજની નોંધણી ઓનલાઇન કરાવવાની રહેશે. રાજ્યમાં 40 હજાર ઉદ્યોગો શરૂ થયા છે અને 5 લાખ જેટલા શ્રમિકો કામે પરત ફર્યા હોવાનું મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું છે.
સુરેન્દ્રનગરના થાનગઢના 61 વર્ષીય વ્યક્તિને કોરોના, ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની છે. કોરોનાનો પોઝિટિવ કેસ આતા જિલ્લા તંત્રમાં દોડધામ મચી છે. ગાંધીનગરમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં ડોક્ટરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
રાજ્યમાં અત્યારે દરરોજ 3 હજાર જેટલા ટેસ્ટ થાય છેઃ જયંતિ રવિ
રાજ્યમાં કોરોના ટેસ્ટિંગને લઇને ઉઠી રહેલા પ્રશ્નોને લઇને આજે પણ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજ્યમાં થઇ રહેલા ટેસ્ટ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું છેકે, રાજ્યમાં અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. 5 એપ્રિલે 750 ટેસ્ટ કરવામાં આવ્ય હતા. જે આજે દરરોજ 3 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. 20 એપ્રિલે 4212 જટેલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ પ્રક્રિયા વધારવાની સાથે નાના જિલ્લાઓમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.
ત્રણેય મહાનગરોમાં આજથી કર્ફ્યૂ હટાવી લેવાયો
સતત કેસોમાં વધારો થતાં અને હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા બાદ અમદાવાદ, સુરત અને રાજકોટમાં તબક્કાવાર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ ત્રણેય મહાનગરોમાં આજથી એટલે કે શુક્રવારથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યોછે. જોકે લોકડાઉન આ ત્રણેય શહેરો રાજ્યના અન્ય શહેરોની માફક યથાવત છે.
68થી 70% ટેસ્ટ સાચા હોય છે
આરોગ્ય વિભાગના એક તબીબ અધિકારીએ જણાવ્યું કે કોરોના માટે કરાતા પીસી પીઆરટી ટેસ્ટમાં 68થી 70 ટકા ટેસ્ટના પરિણામ સાચા હોય છે જ્યારે બાકીના ખોટા હોઇ શકે છે. તેથી આવું જો લાગે તો ફરી એકવાર ટેસ્ટ પણ કરાતો હોય છે. જોકે વિકસિત દેશોમાં તેનું પરિણામ 80 ટકા કિસ્સામાં સાચું હોય છે. ઘણીવાર સેમ્પલ લીધા બાદ તેની યોગ્ય જાળવણી કરી ન હોય તો પણ ટેસ્ટ ખોટા આવી શકે છે.
Views: 248