Breaking News

સાબરમતી નદી ઓળંગવા પર પ્રતિબંધ :ત્રણ બ્રિજ બંધ

કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં જમાલપુર, સરસપુર, ગોમતીપુર, અસારવા, દરિયાપુર, ખાડિયા સહિતના 9 વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારમાંથી લોકો પશ્ચિમમાં અને પશ્ચિમમાંથી લોકોના અવરજવર પર પોલીસે પ્રતિબંધ ફરમાવી દીધો છે. પૂર્વ વિસ્તારમાં રેડ ઝોનમાંથી કોઈ ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં જાય તે માટે પોલીસે અગાઉથી નહેરુબ્રિજ, ગાંધીબ્રિજ અને દધિચીબ્રિજ બંધ કરી દીધાં છે. બાકીના સુભાષબ્રિજ, જમાલપુરબ્રિજ, એલિસબ્રિજ, આંબેડકરબ્રિજ પર બંને તરફ પોલીસ દ્વારા આજથી ચેકપોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે.

કોઈપણ વ્યક્તિ ઓરેન્જમાંથી રેડમાં અથવા રેડમાંથી ઓરેન્જ ઝોનમાં પ્રવેશી શકશે નહિં
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે માત્ર આવશ્યક સેવાઓ અને ઇમરજન્સી સિવાય કોઈપણ વ્યક્તિ ઓરેન્જમાંથી રેડમાં અથવા રેડમાંથી ઓરેન્જ ઝોનમાં પ્રવેશી શકશે નહિં. ઉપરાંત હાલમાં અનાજ વિતરણ ચાલી રહ્યું છે. જેમાં અનાજની દુકાન જો રેડ ઝોનમાં હોય અને ઓરેન્જ ઝોનમાં રહેતા હોય અથવા ઓરેન્જ ઝોનમાં દુકાન હોય અને રેડ ઝોનમાં રહેતા હોય તો પણ જઈ નહિ શકાય. ચેકપોસ્ટ પર નામ સરનામું અને મોબાઈલ નંબર લખાવશે એટલે તેમના ઘરે રાશન પોહચાડવાની વ્યવસ્થા કલેકટર ઓફિસ તરફથી કરવામાં આવશે.

Views: 451

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *