કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં મહામારીને અંગે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં લોકડાઉન સંદર્ભે પણ સમીક્ષા કરાય છે. જો કે કેબિનેટની બેઠક બાદ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકના નિર્ણયો અંગે જાણકારી આપતાં જણાવ્યું કે હવે દેશમાં મેડિકલ ટીમ પર થતાં હુમલાઓ સહન નહીં કરાય. આરોગ્યકર્મીઓ પર થતાં હુમલા બિનજામીનપાત્ર અપરાધ ગણાશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે મેડિકલકર્મીઓ પર હુમલો કરનારાઓને જામીન નહીં મળે. 30 દિવસની અંદર તપાસ પુરી કરવામાં આવશે. 1 વર્ષની અંદર નિર્ણય લેવામાં આવશે, જ્યારે 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા થઇ શકે છે.
આ સિવાય જો ગંભીર મામલો હશે તો 6 મહીનાથી 7 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ગંભીર મામલાઓમાં 50 હજારથી 2 લાખ સુધીનો દંડ પણ થશે. અધ્યાદેશ અનુસાર જો કોઇ આરોગ્યકર્મીની ગાડી પર હુમલો કરવામાં આવશે તો માર્કેટ વેલ્યુ કરતાં વધારે વસુલવામાં આવશે.
Hits: 7