AMC કમિશ્નર વિજય નેહરાએ શહેરમાં કોરોના સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમદાવાદમાં આજથી ખાસ Covid કૅર સેન્ટર અને હેલ્થ સેન્ટર શરૂ કરાયા છે. આ સૅન્ટર બનાવવાની યોજના દોઢ મહિના અગાઉથી જ વિચારી લેવાઈ હતી.
મનપા કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 86 કેસ નોંધાયા છે. 10 જેટલા લોકોએ કોરોનાને હરાવ્યો છે જેમને રજા આપી દેવામાં આવી છે.
AMC કમિશ્નર વિજય નેહરાએ જાહેરાત કરતા કહ્યું કે અમદાવાદમાં સૌપ્રથમ Covid કૅર સેન્ટર શરૂ કરાશે. અમદાવાદમાં 700થી વધુ ટીમો કેસ સામેથી શોધી રહી છે, હાલમાં 1700 જેટલાં લોકો ક્વૉરન્ટાઈન છે. અમદાવાદમાં 13 કોરોના ચૅકપોસ્ટ પર 26350 ટેસ્ટ કરાયા જેમાં 39 શંકાસ્પદ મળ્યાં હતા. અમદાવાદના મધ્યઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા, છેલ્લાં 24 કલાકમાં 62 કેસ નોંધાયા છે.
હવે આ સ્ટ્રેટજી હેઠળ થશે સારવાર
પહેલા હોસ્પિટલ લઈ જવાશે. ત્યાર બાદ તેમનું પરીક્ષણ કર્યા બાદ તેમને કોઈ બીજા રોગ ન હોય અને સ્ટેબલ હોય તેવા કેસને એ સિસ્ટેમેટીક પોઝિટિવ કેસીસને કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવશે. અત્યાર સુધી પોઝિટિવ કેસ આવતા હતા તે SVP કે સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હતા પરંતુ હવે WHO અને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જઈ રહી છે. ત્યાં 24 કલાક સ્ટાફ અને એમ્બ્યુલન્સ હાજર રહેશે. કોઈ તકલીફ થાય તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
COVID Care Center
18થી 60 વર્ષથી નીચેની ઉંમરના લોકોને COVID 19 care centerમાં સારવાર આપવામાં આવશે. એટલે કે બાળકો અને સિનિયર સિટિઝન્સને આ સેન્ટરમાં દાખલ નહીં કરાય.
COVID Health Center
કોવિડ હેલ્થ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે જેમાં ઓક્સિજન સપોર્ટની જરૂર હોય તેવા લોકોને રાખવામાં આવશે.
AMCનો નવતર પ્રયોગ
નવતર પ્રયોગ સાથે AMC નવા COVID care centerમાં જે લોકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં તેવા લોકોને વોલિન્ટિયર તરીકે ટીમમાં રખાશે. વિજય નેહરાએ કહ્યું હતું કે સાજા થનારા આ દર્દીઓ સામાન્ય નથી પણ તે વિજેતા છે. તે લોકોએ કોરોનાને હરાવ્યો છે. એટલે તેમની ઈમ્યુનિટી સિસ્ટમ સારી છે એટલે તેવા લોકોનો સામેથી સંપર્ક કરાયો છે એટલે તેઓ સ્વૈચ્છિક સેવા આપવા માટે વાત કરી છે અને તેઓ તૈયાર પણ થયા છે.
Hits: 93