કોરોના સામે જંગ લડી રહેલા અમદાવાદમાં કયા વિસ્તારમાં કઈ સોસાયટી કે કયા ફ્લેટમાં કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયો છે તેની માહિતી હવે માત્ર એક જ ક્લીકથી મળી શકશે. જેથી આવા વિસ્તારોમાં અથવા તો કોરોના પોઝિટીવ દર્દી નોંધાયો હોય તેવી સોસાયટી કે ફ્લેટના વ્યક્તિઓ સાથે સંપર્કમા આવતા સાવચેત રહી શકાય.
AMCએ ગુગલ મેપનો ઉપયોગ કરીને એવી સુવિધા ઉભી કરી છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ એક ક્લિકથી જ પોતાના વિસ્તારમાં કોરોનાના પોઝિટીવ કેસો અંગે માહિતી મેળવી શકે છે.
એએમસી દ્વારા જે સુવિધા ઉભી કરાઈ છે તેમા દર્દીનું નામ, સરનામુ, સીરિયલ નંબર, કયા ઝોનમાં આવે છે તે અને કયા વોર્ડમાં આવે છે તેમજ ઉંમર અને મહિલા છે કે પુરુષ તેની વિગતો દર્શાવાઈ છે. અમદાવાદના તમામ 48 વોર્ડની વિગતો આ મેપમાં દર્શાવાઈ છે. સાથે જ તારીખ પ્રમાણે પણ દર્દીઓના વિસ્તારો જોવાનો વિકલ્પ પણ અપાયો છે.
આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર અને શહેરમાં કોવિડ-19ના ટેસ્ટ કઈ કઈ લેબમાં થાય છે તેની પણ માહિતીઓ દર્શાવાઈ છે.
Hits: 1507