ભારતમાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા www.covid19india.org મુજબ 18,032 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મુંબઈ અને ગુજરાતમાં અમદાવાદને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ત્યાર બાદ 2003 દર્દીઓ સાથે દિલ્હી બીજા નંબર પર અને 1939 દર્દી સાથે ગુજરાત ત્રીજા નંબરે છે. જ્યારે મૃત્યુઆંકની વાત કરીએ તો સૌથી વધુ મોત 223 મહારાષ્ટ્રમાં અને ત્યાર બાદ 71 મોત સાથે ગુજરાત બીજા નંબર પર છે. તેમાં પણ ગુજરાતે મૃત્યુઆંક મામલે દિલ્હીને પણ પાછળ છોડી દીધું છે.
દર્દીઓ મામલે 5માં ક્રમેથી ત્રીજા ક્રમે અને મૃત્યુઆંક મામલે ચોથા ક્રમેથી બીજા ક્રમે આવ્યું
આ પહેલા એટલે કે 14 એપ્રિલે દર્દીઓની સંખ્યા મામલે ગુજરાત પાંચમા ક્રમે હતું જે હવે ત્રીજા ક્રમે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક મામલે ચોથા નંબર પર હતું. જ્યાંથી બે ક્રમની છલાંગ લગાવી બીજા નંબર પર આવી ગયું છે.
Hits: 133