Breaking News

3 મે બાદ લૉકડાઉન વધવાની શક્યતા નહિંવત : સરકાર ઍક્ઝિટ પ્લાન બનાવવામાં વ્યસ્ત

મે બાદ કન્ટેનમેન્ટ ઝોન હિસાબે રેડ ઝોન નક્કી કરવામાં આવશે

ઘરેથી નીકળવાથી છૂટ મળી શકે છે પરંતુ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે

સૂત્રો મૂજબ, 3 મે બાદ લૉકડાઉન વધારવાની કોઇ સંભાવના નથી. લૉકડાઉન બાદ શરતોની સાથે છૂટ મળશે, પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક લગાવવું પડશે. ટ્રેન, પ્લેનથી હાલ આવવા જવા પર કોઇ છૂટ મળવાની આશા નથી. લૉકડાઉન બાદ દરેક જગ્યાએ છૂટ નહીં મળે, પરંતુ માત્ર ગ્રીન ઝોનમાં જ છૂટ મળી શકે છે. કન્ટેનમેન્ટ ઝોન હિસાબે રેડ ઝોન નક્કી કરવામાં આવશે. થોડા-થોડા અંતરે ઝોનનું આકલન કરાશે. રેલ અને હવાઇ સેવા હાલ ચાલૂ થવી મુશ્કેલ છે. શહેરની અંદર પણ આવવા-જવાની માત્ર મંજૂરી મળી શકે છે. 

મુંબઇ, દિલ્હી, નોઇડા, ઇન્દોર જેવા વિસ્તારોને લઇને નજર રાખવામાં આવી રહી છે. આ જગ્યાઓ પર કોરોના વાયરસના સંક્રમણના કેસ વધારે છે. 15 મે બાદ જ દેશમાં કોરોનાની સ્થિતિ વિશે વધારે સારી રીતે આકલન થઇ શકશે. 

આ છે લૉકડાઉનનો એક્ઝિટ પ્લાન : 

સરકારે લૉકડાઉન બાદ માટે આ પ્લાન તૈયાર કર્યો છે

લૉકડાઉન બાદ શરતોની સાથે છૂટ મળશે, પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક લગાવવું પડશે 

સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક દિનચર્ચામાં સામેલ રહેશે

લાંબા સમય સુધી સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક રાખવું ફરજિયાત રહેશે

ઘરેથી નીકળવાથી છૂટ મળી શકે છે પરંતુ માસ્ક પહેરવું પડશે 

ઓફિસોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગને ધ્યાને લેતા કામ કરવાની મંજૂરી મળી શકે છે

એક સાથે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ યથાવત રહેશે

ટ્રેન, પ્લેનથી હાલ આવવા જવા પર કોઇ છૂટ મળવાની આશા નથી

લૉકડાઉન બાદ દરેક જગ્યાએ છૂટ નહીં મળે, પરંતુ માત્ર ગ્રીન ઝોનમાં જ છૂટ મળી શકે છે

કન્ટેનમેન્ટ ઝોન હિસાબે રેડ ઝોન નક્કી કરવામાં આવશે, થોડા-થોડા અંતરે ઝોનનું આકલન કરાશે

રેલ અને હવાઇ સેવા હાલ ચાલૂ થવી મુશ્કેલ છે, શહેરની અંદર પણ આવવા-જવાની માત્ર મંજૂરી મળી શકશે

લગ્ન, ધાર્મિક સ્થાન જેવી જગ્યાઓને લઇને હાલ રાહત મળી શકશે નહીં

Hits: 650

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?