એક તરફ પારુલ યુનિવર્સિટી ને કોરોના ટેસ્ટિંગની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે , પારુલ યુનિવર્સિટી માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી કે જે હાલ ભરૂચ માં છે તેને કોરોનાં પોઝિટીવ આવ્યો છે. અને તેની સાથે બીજા 15 જેટલા વિદ્યાર્થીઓને પણ હાલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
એક યા બીજી રીતે છાપે ચડતી પારુલ યુનિવર્સિટી ક્યાં ધારાધોરણો પર ટેસ્ટિંગ માટે માન્ય ગણવામાં આવશે તે મોટો પ્રશ્ન છે, ત્યાં પારુલ ના વિદ્યાર્થી કોરોનાં પોઝિટિવ હોવાનું નોંધાયું છે અને તે કેટલા ને સંક્રમણમાં નાખશે તે હજી તપાસ ચાલી રહી છે.
વિશ્વભરમાં સર્જાયેલી કોરોના વાઇરસની મહામારી વચ્ચે વડોદરામાં એક તબક્કે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. જે દર્દીઓ સારવાર હેઠળ હતા, તેમને હોસ્પિટલમાંથી રજા પણ મળવા લાગી હતી. ત્યારે અચાનક શહેરના નાગરવાડા વિસ્તારમાંથી પહેલો કોરોના પોઝિટીવ દર્દી સામે આવ્યો હતો. લોકલ ટ્રાન્સમીશનના કારણે શહેરમાં કોરોના પોઝિટીવના દર્દીઓની સંખ્યા એકા એક વધી હતી.
જોકે આ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા એકજ વિસ્તારમાં વધુ પ્રમાણમાં નોંધાતા પોલીસની પણ ઉંઘ હરામ થઇ હતી. કોરોના વાઇરસનો ચેપ શહેરમાં ક્યાંથી આવ્યો તેની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ લાગી ગઇ હતી. તપાસમાં નાગરવાડાના પ્રથમ કોરોના પોઝિટીવ દર્દી ફિરોઝખાન પઠાણને અમદાવાદના દાણી લીમડાથી ચેપ લાગ્યો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ. બીજી તરફ દેશ ભરમાં તબલિગી જમાતના કારણ વાઇરસનો વ્યાપ વધ્યો હોવાની વાતો ઉઠી હતી. જેથી એ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો હતો.
ત્યારે જાણવા મળ્યું કે, નાગરવાડા વિસ્તારમાં આવેલી મદ્રેસા ઇસ્લામિયા અનવરઉલમા રહેતા 16 વિદ્યાર્થીઓ લોકડાઉન શરૂ થતાં પહેલા જ પોતાના વતનમાં જતા રહ્યાં હતા. ક્રાઇમ બ્રાન્ચે આ 16 વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી અને રાજ્યના સંબંધીત પોલીસ સ્ટેશનોમાં તેની જાણ કરી હતી. જેથી પોલીસે આ તમામ વિદ્યાર્થીઓને ક્વોરોન્ટાઇન કરી તેમની મેડિકલ તપાસ શરૂ કરી હતી. તેવામાં પારૂલ યુનિ.માં એરો નોટીકલ્સનો અભ્યાસ કરતા 22 વર્ષીય દિવાન અફઝલહુસૈન અબ્બાસભાઇનો આજે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
અફઝલ ભરૂચના રઝીયા રોડ, દયાદ્રાનો રહેવાસી અને ગત તા. 20થી 24 માર્ચ દરમિયાન પોતાના ઘરે ગયો હતો. ત્યારબાદ તે ગામમાં ફરતો હતો અને લોકોના સંપર્કમાં પણ આવ્યો હતો. જોકે અફઝનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હવે તે જેટલા લોકોના સંપર્કમાં આવ્યો હશે તેવા તમામને ક્વોરોન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. તથા અન્ય 15 વિદ્યાર્થીઓને પણ ક્વોરોન્ટાઇન કરી તેમની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે.
Views: 1774