અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને એક પછી એક નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કુલ 58 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાંથી 53 કેસ એકલા અમદાવાદના છે. આ સાથે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 545 પહોંચી ગઇ છે. રાજ્યના 58 ટકા કોરોનાના દર્દીઓ એકલા અમદાવાદમાં અમદાવાદનો કોટ વિસ્તાર એ કોરોના વાયરસનો હોટસ્પોટ બન જતા તેને બફર ઝોન જાહેર કરવાની સાથે-સાથે ત્યાં તંત્ર દ્વારા કરફ્યુ લાગુ કરવામાં આવ્યું છે.
ગુજરાતના કુલ કોરોના પોઝિટિવ કેસ દર્દીઓમાંથી 58 ટકા દર્દીઓ અમદાવાદ જ છે. આજે રાજ્યમાં નવા નોંધાયા 58 કોરોના પોઝિટિવ કેસોમાંથી 53 કેસો એકલા અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 545 અને સમગ્ર રાજ્યમાં 920 થઇ છે. આમ ટકાવારીની રીતે જોઇએ રાજ્યના 58 ટકા કોરોનાના દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે.
Views: 337