IMF અનુસાર 2020માં 1.9 ટકા ભારતનો GDP ગ્રોથ
તેમ છતાં દુનિયામાં સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનશે
કોરોનાના કારણે માત્ર ભારત અને ચીનમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળશે
IMF નું અનુમાન જો સાચુ સાબિત થાય તો 1991ના આર્થિક ઉદારીકરણ બાદ આ ભારતનો સૌથી ઓછો વિકાસ દર હશે. જો કે IMF એ હાલમાં જ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં ભારતને સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બતાવી છે.
IMF એ જણાવ્યું કે માત્ર બે દેશ ભારત અને ચીન જ 2020માં પોઝિટિવ ગ્રોથ પ્રાપ્ત કરી શકશે. ભારત સિવાય ચીનની જ GDP ગ્રોથ પોઝિટિવ થશે જે 1.2 ટકાની ગતિથી વધી શકે છે.
દુનિયાના GDP ગ્રોથમાં 3 ટકાનો ઘટાડો
IMF ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું કે અમે વૈશ્વિક વિકાસ દરમાં 3 ટકા ઘટાડો એટલે કે નેગેટિવ ગ્રોથનું અનુમાન લગાવી રહ્યા છે. આ જાન્યુઆરી 2020 બાદ અનુમાનમાં 6.3 ટકા ઘટાડો છે. ઘણા ઓછા સમયમાં અનુમાનમાં મોટો ફેરબદલ થયો છે. તેઓએ જણાવ્યું હતું કે કોરોના મહામારીની દરેક ક્ષેત્રો પર ખરાબ અસર જોવા મળી છે.
IMF એ આશા વ્યક્ત કરી છે કે 2021માં દુનિયાની અર્થવ્યવસ્થામાં આંશિક સુધાર જોવા મળશે. જો કે આ માત્ર મામૂલી સુધાર હશે. પહેલા જેમ અનુમાન લગાવામાં આવ્યું હતું તેવું હવે કોરોના વાયરસના કારણે શક્ય નથી. ઉલ્લેખનીય છે કે IMF એ 2021માં દુનિયાની ઇકોનોમીમાં 5.8 ટકા ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
Hits: 83