Breaking News

કોરોના સાબરમતી જેલમાં પહોંચ્યો

કોરોના વાઇરસનો ફેલાવો માત્ર શહેરમાં જ નહીં સાબરમતી જેલમાં પણ થયો છે. જો કે જેલમાં રહેતા કેદીઓ પણ સંક્રમણમાં આવતા જેલતંત્ર એ તૈયારીઓ કરી કેદીઓમાં વધુ ન ફેલાય તેની તકેદારી રાખી છે. સાબરમતી જેલમાં 9 કેદીઓ કોરોના પોઝિટિવનો ભોગ બન્યા છે જેમાં 3 કેદીઓ પેરોલ પરથી આવ્યા હતા તેમને બહારથી ચેપ લાગ્યો છે. હાલમાં 4 કેદીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેદીઓએ જેલમાં રહી કોરોના સામે લડવા માટે કોર્પોરેશન અને હોસ્પિટલ તંત્રને મદદ કરી છે. કોરોનાને લઈને રાજ્યની 28 જેલમાં સાવચેતીના પગલા લીધા છે. તમામ જેલોમાં કુલ 15000 કેદી છે જે લોકોની કોરોનાથી લઈ સુરક્ષાનુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા 2000 થી વધુ કેદી મુક્ત કરવામાં આવ્યા છે. જેલના ઉદ્યોગોમાં અત્યાર સુધી 2 લાખ માસ્ક બનાવાયા છે. ઉપરાંત 500 જેટલી PPE કિટ બનાવી છે. કેમિકલ વિભાગ બરોડા જેલ ખાતે સેનેટાઈઝર પણ બનાવ્યા છે. જેલમા કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે નિયમ મુજબ કાર્યવાહી કરવામા આવે છે. જેલમાં આવતા તમામ નવા કેદીના કોરોના રિપોર્ટ કરવામા આવે છે પછી જ તેને જેલમાં લાવવામાં આવે છે.

Views: 136

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *