Breaking News

અમદાવાદ માં સાડા આઠ કરોડનું કેસલેસ પેમેન્ટ થયું

અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મોતઅમદાવાદમાં 261, સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં 12, ગાંધીનગરમાં 11 અને સાબરકાંઠામાં 2 નવા કેસપાટણ, ગીર-સોમનાથ, ખેડા, જામનગર, અરવલ્લી, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસકુલ 9,932 કેસમાંથી 43 વેન્ટીલેટર પર, 5,248ની હાલત સ્થિર, 4035 ડિસ્ચાર્જ અને 606ના મોતઅત્યાર સુધીમાં 1,27,859 ટેસ્ટ થયા, 9,932નો રિપોર્ટ પોઝિટિવ અને 1,17,927નો રિપોર્ટ નેગેટિવ આવ્યો

 ભાવનગરમાં વધુ એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9,933 થઈ છે અને મૃત્યુઆંક 606એ પહોંચ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ સામે આવ્યા છે અને 20 દર્દીના મૃત્યુ થયા છે.જ્યારે 282 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કચ્છમાં ધાણીપાસાના જુગાર ઉપર LCB ત્રાટકી હતી. જેમાં 14.13 લાખનો મુદ્દામાલ સાથે 18 શખ્સ અટકાયત કરવામાં આવી છે.અમદાવાદમાં એક અઠવાડિયા પછી એસેન્શિયલ સપ્લાયની દુકાનો છે કરિયાણા, શાકભાજી અને ફ્રૂટની દુકાનો શરૂ કરવામાં આવી હતી. એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 30 હજાર ઓર્ડર મળ્યા છે, જેમાં સાડા આઠ કરોડનુ કેશલેસ પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું છે.

16 મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
આવતી કાલે જે NFSA રાશનકાર્ડનો છેલ્લો આંકડો 1 હશે તે અનાજની કીટ મેળવી શકશેઃ અશ્વિની કુમાર
NFSA હેઠળ કાર્ડ ધરાવતા 65 લાખથી વધુ લોકો NFSA કાર્ડ ધરાવે છે. બીપીએલ કાર્ડ ધરાવતા 3 લાખથી વધુ પરિવારનોએ એપ્રિલ મહિનાની જેમ મે મહિનામાં પણ અનાજ વિતરણ કરવામાં આવશે. આ સાથે જ 65 લાખ 40 હજાર અને 3 લાખ 40 હજાર આમ 68 લાખ 80 હજાર પરિવારોને 17થી 23 મે દરમિયાન અનાજ વિતરણ કરવામાં આવશે. આવતી કાલે એટલે કે 17 મેના રોજ જે NFSA રાશનકાર્ડનો છેલ્લો આંકડો 1 હશે તે અનાજની કીટ સસ્તા અનાજની દુકાનેથી મેળવી શકશે.ગૌશાળા અને પાંજરાપોળમાં જે પશુઓ રહે છે તેમને એપ્રિલ મહિનાની જેમ મે મહિનામાં પણ પશુદીઠ રૂ. 25 સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે. આ સબ્સિડી જિલ્લા કલેક્ટર મારફત રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળમાં પહોંચડાવામાં આવશે. પાંજરાપોળ અને ગૌશાળામાં 4 લાખ પશુઓ છે. જેથી 30થી 35 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે તેવુ અનુમાન છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી સોમનાથ મહાદેવની પૂજા કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સહિત દેશમાં સૌ કોઇ કોરોના મહામારીથી મુક્ત બને અને જનજીવન ઝડપભેર પૂર્વવત થાય તેવી પ્રાર્થના સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી આજે સવારે વીડિયો કોલિંગથી ઇ સંકલ્પ કરીને સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કર્યા હતા.
સાબરકાંઠા એસપીની કાર્યશૈલીથી સાંસદ નારાજ, SPને બદલા કેન્દ્રીય ગૃહમંત્રીને લખ્યો પત્ર
સાબરકાંઠાના એસપીની કાર્યશૈલીથી નારાજ સાંસદ દિપસિંહ રાઠોડે એસપીને બદલવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીથી લઇને રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખ્યો છે.

અત્યાર સુધીમાં 1,27,859 ટેસ્ટ અને 43 દર્દી વેન્ટીલેટર પર
કોરોના અંગેની અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 340 કેસ સામે આવ્યા છે. જ્યારે 7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મૃત્યુ થયા છે. અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં 1-1 દર્દીના મૃત્યુ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં 261, સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં 12, ગાંધીનગરમાં 11 અને સાબરકાંઠામાં 2 તથા પાટણ, ગીર-સોમનાથ, ખેડા, જામનગર, અરવલ્લી, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 9,932 કેસમાંથી 43 વેન્ટીલેટર પર છે અને 5,248 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે 4035 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને 606 દર્દીના મૃત્યુ થયા છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,27,859 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 9,932નો રિપોર્ટ પોઝિટિવ અને 1,17,927નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Hits: 193

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?