Breaking News

બહેરામપુરમાં એક સાથે 65 લોકો નોંધાયા:મોટાભાગના લોકો શાકભાજી વેંચતા હતા..

ગુજરાતમાં કોરોના વાયરસના 1272 કેસ નોંધાઈ ચુક્યા છે. 48 લોકોના મોત થઈ ચુક્યુ છે જેમાં એકલા અમદાવાદમાં જ કોરોનાના 765 કેસ નોંધાઈ ચુક્યા છે અને 25 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે આજે એક જ વિસ્તાર બહેરમાપુરામાંથી 65 કેસ કોરોના પોઝિટિવ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદ મહાનગરપાલિકાએ 143 કોરોના ગ્રસ્ત દર્દીઓના વિસ્તારની યાદી જાહેર કરી છે. જેમાં મોટાભાગના લોકો શાકભાજી વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

  • અમદાવાદમાં આખા વિસ્તાર નીકળી રહ્યા છે કોરોના ગ્રસ્ત
  • બહેરામપુરમાં 65 લોકોના એક સાથે કોરોના પોઝિટિવ રિપોર્ટ
  • મોટાભાગના લોકો શાકભાજી વેચાણ સાથે સંકળાયેલા

જમાલપુર, કાલુપુર, દાણિલીમડા બાદ બહેરામ પુરા કોરોના વાયરસનું હબ બન્યુ છે.નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

મોટા ભાગના લોકોનો વ્યવસાય શાકભાજી વેચાણ

બહેરામપુરામાં મોટે ભાગે શાકભાજી વ્યવસાય સાથે જોડાયેલા લોકો વધારે છે. બહેરામપુરા વિસ્તારની ચાલીઓમાં ચાલીઓમાં ફેલાયેલા કોરોનાએ અમદાવાનો ખેલ બગાડી નાંખ્યો છે. બહેરામપુરામાં મોટાભાગના લોકો શાકભાજી વ્યવસાય સાથે જોડાયેલા છે એવામાં બહેરામપુરાની ચાલીઓ સુધી કોરોના પહોંચી જતાં ચિંતાના વાદળો છવાયા છે.

ચતુર રાઠોડની જેઠાલાલ

બહેરામપુરાની આસપાસમાં જમાલપુર, દાણીલીમડા, આસ્ટોડિયા અને કાંકરિયાનો ભાગ આવે છે. બહેરામપુરામાં 65 જેટલા કેસ એક જ દિવસમાં નોંધાતા ભયનો માહોલ છવાયો છે. જેમાં સૌથી વધારે ચતુર રાઠોડની ચાલી દૂધવાડી તેમજ જેઠાલાલાની ચાલીમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. જૂની રસૂલ ખાડિયાની ચાલીમાં પણ કોરોના સંક્રમિતો પોઝીટીવ આવ્યા છે.

બહેરામપુરા વિસ્તારમાં એક સાથે 65 કેસ નોંધાયા

દાણિલીમડા અને જમાલપુર પછી આ બંને એરિયાની વચ્ચે આવતો બહેરામપુરા વિસ્તારમાં એક સાથે 65 કેસ નોંધાયા આ વિસ્તારને તાત્કાલિક ધોરણે કોરન્ટાઈન કરાશે. કોઈ પરિવારના બે પાંચ સભ્યો ને કોરોના થાય આ તો ચાલીઓમાં કોરોના પહોંચી ગયો છે. અમદાવાદના 146 કેસમાંથી અડધા કેસ ફક્ત બહેરામપુરાના નોંધાયા છે. ચતુર રાઠોડ ચાલીમાં મોટાભાગના લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ વિસ્તારમાં 5 વર્ષથી લઈને 75 વર્ષના દર્દીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે.

Hits: 4318

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?