Breaking News

કોરોનાં ગ્રસ્ત દર્દીઓના બંધ મકાનમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ: ટિમ દોડી આવી..

ગાંધી સ્મૃતિ સોસાયટી મસ્જિદની સામે આવેલ અલ રેહમત ફલેટમાં તાજેતરમાં પરિવારના બે સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યું હતું જેમને દવાખાના દાખલ કરવામાં આવ્યા હતા તેઓ બટાકાની વેફર બનાવતા હતા અને તેમનો ગુજરાન ચલાવતા હતા તે દરમિયાન તેમનો કાચોમાલ બટાકાની કાતરી કાપીને પાણીમાં પલાળીને રાખી હતી તેને ચાર દિવસ વીતી જતા બંધ ઘરમાં ખૂબ જ ગંધ મારી રહી હતી દુર્ગંધ જેના કારણે આડોશી-પાડોશી ઓમા દુર્ગંધ ફેલાવતાં નવી વિકટ સમસ્યા પેદા ના થાય તથા પડોસ મા એક કુટુંબ મા નાના બાળકો બાજુમા રહે છે એ દુર્ગંધ ના કારણે નવો રોગચાળો ન ફાટી જાય તે માટે આજુબાજુના રહીશો હાજીભાઇ કોર્પોરેટરોને ફરિયાદ કરી

અને ખોજા જમાતખાના ના શ્રી ઈકબાલભાઈ મુખી સાહેબ એ પણ સાથે મળીને તે વિસ્તારના તેમના ઘરમાંથી દુર્ગંધ મારતી પલાળેલી બટાકાની માલ સામગ્રીને નાશ કરવા માટે જણાવેલ મકતમપુર ના પી એચ એસ મકબુલ ખાન પઠાણ સાહેબ તેમની તમામ ટીમો લઈ જઈ તાત્કાલિક તે સમગ્ર સામગ્રી નાસ કરવા માટે ગાડી દ્વારા ઉપાડી લેવામાં આવી અને સમગ્ર વિસ્તારને સેનિટેશન ની ટીમ ને સાથે રાખી તમામ કર્મચારીઓ દ્વારા અને સફાઈ ખાતુ અને મલેરિયા ખાતુ સાથીઓ દ્વારા સુંદર કામગીરી કરેલ છે .

Views: 3595

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *