રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ 374 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સૌથી વધુ 28 દર્દીના મોત અને 146 દર્દી સાજા થયા છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 290એ પહોંચ્યો છે અને કુલ દર્દી 5,428 દર્દી નોંધાયા છે. તેમજ 1042 દર્દી સાજા થયા છે.આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે, 308,30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સતત પાંચમાં દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
મહેસાણામાં એક સાથે 21 કેસ સામે આવ્યા,146 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાના કેસો અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 374 નવા કેસ નોંધાયા છે. જેનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 274, વડોદરામાં 25, સુરતમાં 25, મહેસાણામાં 21, મહીસાગરમાં 10, બનાસકાંઠામાં 7 ગાંધીનગરમાં 3, બોટાદમાં 3 અને દેવભૂમિ દ્વારકામાં 3 અને પાટણ, દાહોદ, અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 23, સુરતમાં 2, વડોદરા, ગાંધીનગર અને આણંદમાં 1-1 દર્દીના મૃત્યુ થતા 28ના દર્દીના મૃત્યુ થયા છે. આ 26 મૃત્યુમાંથી 4 દર્દીના કોરોનાને કારણે અને 22ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મૃત્યુ થયા છે. તેમજ આજે 146 દર્દી સાજા પણ થયા છે. કુલ 5428 દર્દીમાંથી 31 વેન્ટીલેટર પર અને 4065ની હાલત સ્થિર છે અને 1042 સાજા થઈને ઘરે પરત ફર્યાં છે તો અત્યાર સુધી 290 દર્દીના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 80 હજાર 60 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 5428ના રિપોર્ટ પોઝિટિવ અને 74632ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
રાજ્યમાં 3 મેની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ
સ્ટાફના કોરોનાગ્રસ્ત સભ્ય માટે બેડની વ્યવસ્થા ન કરતા GCRIના ડાયરેક્ટર સસ્પેન્ડ
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ(GCRI)ના ડાયરેક્ટર ડૉ.શશાંક પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટાફના 8થી વધુ સભ્યો કોરોના પોઝિટિવ હોવા છતાં તેમના માટે દવાઓ કે પલંગની વ્યવસ્થા ન કરી હોવાથી શશાંક પંડ્યાને સસ્પેન્ડ કર્યાં છે.
ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલેઃ મુખ્યમંત્રીના સચિવ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવઅશ્વિની કુમારે જણાવ્યું કેસમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં. આ નિર્ણયને પગલેઅમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં કોઇ છૂટછાટ આપવામાં આવશે નહીં.રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં લોકડાઉનનો કડક અમલ કરાશે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે.
ઓરેન્જ અનેગ્રીન ઝોનમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર, ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે
આ નિર્ણય અંતર્ગત ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન-ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે. ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં કેબ અનેટેક્સી સેવાઓ ડ્રાઈવર વત્તા બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે. ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ.ટી.ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ
શકશે તેમજ ગ્રીન ઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે.
આ 6 નગરપાલિકા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં
જ્યારે રાજ્યની નગરપાલિકા વિસ્તારો બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ આ 6 નગરપાલિકાઓમાં પણ કોઇ જ વધારાની છૂટછાટો આપવામાંઆવી નથી.
પાટનગર જવાના મોટાભાગના રસ્તા બંધ
અમદાવાદનો ચેપગાંધીનગરમાં ફેલાવાના ડરે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જેને પગલે ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. માત્ર વૈષ્ણોદેવી સર્કલ અને એપોલો સર્કલથી ગાંધીનગર તરફ જવા દેવામાં આવે છે.તમામ પ્રવેશ પર ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ ચેક પોસ્ટ પરવાહન ચાલકોના નામ, મોબાઇલ નંબર અને પ્રવેશના કારણ સાથે નોંધણી થઈ રહી છે. ગાંધીનગરમાં IAS અધિકારીઓ અને રાજકારણીઓ રહેતા હોવાથી અમદાવાદનો ચેપ ગાંધીનગરમાં ફેલાવાનો ડર સતાવી રહ્યો છે.
પાટનગરમાં 3 દિવસમાં 33 કોરોનાના દર્દીઓ વધ્યા
અમદાવાદના કારણે ગાંધીનગર પણ હવે કોરોનાનું હોટસ્પોટ બની જાય છે. દિવસે અને દિવસે અમદાવાદ કનેક્શનથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાપોઝિટિવ દર્દીઓનો ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ ૩૩ પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે આ તમામ દર્દીઓને અમદાવાદથી ચેપલાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જે પૈકી ગઈકાલે વધુ 18 કેસ સામે આવ્યા હતા. આ સાથેપોઝિટિવ દર્દીઓનો આંકડો 70 થયો છે.
Hits: 480