આમાં સાચું કોણ તે હજી સમજાતું નથી!
હજી થોડા દિવસો અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય ની એક કમિટી અમદાવાદ,વડોદરા અને સુરતની મુલાકાત લઈ કોરોનાને ડામવા સરકાર દ્વારા લેવાતા પગલાંની નોંધ લીધી હતી. જ્યારે આ બાબતે સ્વાસ્થ સચિવ જયંતિ રવિએ આ કેન્દ્રીય ટુકડીએ ગુજરાત સરકારના અસરકારક પગલાંની સરાહના કરી હોવાનું ખૂબ ખુશી સાથે તેમની કોંફરન્સમાં જણાવ્યું હતું.
હજી માંડ ગણતરીના દિવસો થયા છે, ત્યારે આજરોજ તા.3જી મે ને દિવસે કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયએ એક પરિપત્ર બહાર પાડ્યો જેમાં કોરોના ના જે જિલ્લાઓ માં કેસ વધુ સંખ્યામાં આવી રહ્યા છે તેવા 20 જિલ્લાઓમાં કેન્દ્રીય કમિટી જશે અને તેને રોકવામાં સ્થાનિક રાજ્ય સરકારને સહયોગ પૂરો પાડશે.
આ 20 જિલ્લાઓમાં ગુજરાતના ત્રણ જિલ્લા એટલે કે અમદાવાદ,વડોદરા અને સુરત નો સમાવેશ થાય છે . સમગ્ર ભારતમાં કોરોના રીતસર જ્યાં ફાટી નીકળ્યો ગણાય તેવા 20 જિલ્લાઓમાં ગુજરાત ના ત્રણ શહેરો નો સમાવેશ ,એ કોરોના સામેં દિશાહીન અને મુંઝાઈ ગયેલી સરકારની સૌથી મોટો પરાજય છે.
આ સમગ્ર મામલે અમદાવાદના વિજય નહેરા, વડોદરાના ડો. વિનોદ રાવ અને સુરતના સત્તાધીશ ગમે તેટલો ઢાંક પીછોડો કરે ક્યાંય કાચું કપાઈ રહ્યું હોવાનું સ્પષ્ટ છે.
અત્યારે આપણે લોકડાઉન 3.0 માં છીએ એટલે કે 40 દિવસ થી 2 થી 5% લોકો કદાચ રસ્તા પર નીકળે છે. લોકડાઉનને કારણે નીલગાય સી.જી. રોડ પર આવી ગઈ..તો પછી લોકડાઉન નો આ કડક અમલ …કડક અમલ નથી થતો તેવું કહેવાની શુ જરૂર છે. વડોદરામાં લોકોને બે વખત ખાવાનું મળતું નહોતું એટલે ખુદ ધારા સભ્ય યોગેશ પટેલને આ મામલે બેઠક બોલાવી પડી.
તો સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડના રેઢિયાળ તંત્ર વિશે વધુ શુ કહેવું… ત્યારે સંવેદનશીલ સરકાર ના બિરુદ ને ચગાવતી રૂપાણી સરકાર અવાર નવાર પોતાના જ નિર્ણય ને ફોક કરી નાખે છે. આ સરકાર કોરોના મુક્તિ માટે લડી રહી છે કે વ્યસન મુક્તિ માટે તે પણ હજી સામજાતુ નથી.

Hits: 430