શહેરના કોટ વિસ્તારમાં આવતા જમાલપુર, ખાડીયામાં વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારના ACP પટેલ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન.પરમાર અને સર્વેલન્સ સ્ક્વોડ સહિતના કર્મીઓ મળીને કુલ 27 લોકો સેલ્ફ ક્વોરન્ટીન થયા છે. આ તમામ કર્મીઓ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હતા.
તમામ કર્મીઓના સેમ્પલ લેબમાં મોકલાયા
દિલ્હીમાં તબલીઘી જમાતના લોકોમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ અમદાવાદમાં જમાલપુર સહિતના વિસ્તારમાં તબલીઘી જમાતના લોકોને શોધવાના તેમજ લોકડાઉનનો કોટ વિસ્તારમાં કડક અમલ માટે ઇમરાન ખેડાવાલા સાથે પોલીસ કર્મચારીઓ પણ વિસ્તારમાં ફરતા હતા. ઇમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવતાં ACP, પીઆઈ સહિત તમામ પોલીસકર્મીઓને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તકેદારીના ભાગરૂપે સેલ્ફ ક્વોરન્ટીન કરવા કહ્યું હતું. હાલ આ તમામ કર્મીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
Hits: 91