કોરોના વાયરસના કારણે વેપાર-ધંધા સહિત બધા જ કામો ઠપ પડ્યા છે. લોકડાઉનના કારણે લગ્નો પણ અટકી ગયા છે. જોકે પંજાબી પરિવારના સુશેન ડાંગ અને કિર્તી નારંગ આવી મુશ્કેલ સ્થિતિમાં પણ લગ્ન કરવાની યોજના બનાવી છે. મુંબઈમાં રહેતા સુશેન ડાંગ અને બરેલીની રહેવાસી કિર્તી નારંગે લોકડાઉન દરમિયાન વીડિયો કોલ દ્વારા લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્નમાં દેશના અલગ-અલગ ભાગમાં રહેતા વરરાજા અને દુલ્હનના સગા-સંબંધીઓ અને મિત્રો પણ વીડિયો કોલ દ્રારા સામેલ થશે. કિર્તી મેકઅપ આર્ટિસ્ટ છે અને સુશેન અમેરિકાની કંપનીમાં કામ કરી રહ્યો છે.
લોકડાઉન છતા આ લગ્ન બધા જ હિન્દુ રિત રિવાજ પ્રમાણે થશે. આ માટે પરિવારે એક અનોખી યોજના બનાવી છે. લગ્નમાં બધી જ વિધિ ઓનલાઇન કરવામાં આવશે. આ લગ્ન રવિવારે19 એપ્રિલે થશે.
વરરાજાના પિતા સંદીપ ડાંગે કહ્યું હતું કે હું ઘણો ઉત્સાહિત છું. અમારા બાળકો જેટલા ઉત્સાહિત છે પરિવાર પણ તેટલો ઉત્સાહિત છે. આ માટે પંડિત જી સહિત બધા સગા-સંબંધીઓ પોતોના ઘરેથી ઓનલાઇન થશે. બધા લગ્ન સમારોહ માટે એક ઓનલાઇન મીટિંગ એપ પર આવશે. આ લગ્ન રવિવારે 19 એપ્રિલે થશે. લોકડાઉનના બધા નિયમોનું પાલન કરતા પોતાના પ્રિયજનોની હાજરીમાં લગ્નના ફેરા ફરશે.
ડાંગે કહ્યું હતું કે વરરાજ, દુલ્હન, પંડિત જી, સંબંધીઓ માટે કશું પણ મુશ્કેલ નથી. સમારોહ માટે બેન્ડબાજા પણ ઓનલાઇન કરવામાં આવ્યા છે. સામાજિક સમારોહ પર પ્રતિબંધ લાંબા સમય સુધી રહેવાનો છે. તેથી પરિવાર સમય બર્બાદ કરવા માંગતો નથી.
સુશેન ડાંગે કહ્યું હતું કે 19 એપ્રિલ લગ્નની યોજના બનાવી હતી અને ઘરેથી લગ્ન કરવા એક સારો કોન્સેપ્ટ છે. એક જવાબદાર નાગરિક હોવાના કારણે આ સારું લાગે છે.
Views: 72