Breaking News

અમદાવાદમાં જ 249 પોઝિટિવ કેસ નોંધાયા: રાજ્યમાં ૩૦૦થી વધુ કેસ

અમદાવાદ 249, વડોદરામાં 19, સુરતમાં 13,ગાંધીનગર-10, પંચમહાલ-10, ભાવનગરમાં 4,  મહેસાણામાં 3, આણંદમાં 3 અરવલ્લી-1, દાહોદ-1 કેસ નોંધાયો

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 214 અને 86 દર્દી સાજા થતા કુલ 613 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાછે. જ્યારે અત્યાર સુધીમાં કુલ4395 દર્દી નોંધાયા છે. આમ રાજ્યમાં એક જ દિવસમાં ત્રીજીવાર 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.આ પહેલા 19 એપ્રિલે 367 કેસ અને 29 એપ્રિલે 308 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આજના કેસમાં અમદાવાદમાં જ 249 પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લામાં વડનગરના મોલિપુર ખાતે ત્રણ કેસ નોંધાયા છે. ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને 8 આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે.

Hits: 422

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?