Breaking News

બોલીવૂડના ખેલાડીએ ૨૫ કરોડનું અનુદાન આપ્યું

વડા પ્રધાને કોરોના સામે લડવા માટે PM CARES FUNDનો પ્રારંભ કર્યો અને લોકોને આમાં સહયોગ કરવાની અપીલ કરી. બોલિવુડ સુપરસ્ટાર અક્ષયકુમારે આમાં પહેલ કરતાં આ ફંડમાં રૂ. 25 કરોડનું માતબર દાન આપ્યું હતું. અક્ષયકુમારે જે ઉદારતાથી દાન કર્યું છે, એની વડા પ્રધાન મોદીએ પ્રશંસા કરી હતી. વડા પ્રધાન નદેન્દ્ર મોદીએ કોવિડ-19 સામે ઇમર્જન્સી અથવા સંકટગ્રસ્ત પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકોને રાહત આપવા માટે આ ફંડની રચના કરી હતી. આ ફંડની દેખરેખ વડા પ્રધાન, સંરક્ષણપ્રધાન ગૃહપ્રધાન અને નાણાપ્રધાન કરશે.

અક્ષયકુમારે ટ્વીટ કર્યું

તેમણે લખ્યું હતું કે આ એવો સમય છે કે જ્યારે માત્ર લોકોના જીવ બચાવવા પ્રાથમિકતા છે અને આપણે એ કામ કરવાનું છે. પછી ભલે એને માટે આપણે કંઈ પણ કરવું પડે. હું નરેન્દ્ર મોદીજીના PM CARES FUNDમાં મારી બચતમાંથી રૂ. 25 કરોડનું ફંડ આપું છું. આવો લોકોના જીવ બચાવીએ, જાન હૈ તો જહાન હૈ.

વડા પ્રધાને અક્ષયની પહેલને બિરદાવી

વડા પ્રદાન નરેન્દ્ર મોદીએ અક્ષયકકુમારની પહેલને બિરદાવી હતી અને અક્ષયના ટ્વીટને રિટ્વીટ કરતાં કહ્યું હતું કે શાનદાર પગલું અક્ષયકુમાર. આવો સ્વસ્થ ભારત માટે દાન કરવાનો સિલસિલો જારી રાખીએ.

કોરોના વાઇરસ સામેના જંગમાં અક્ષયકકુમાર સતત સહયોગ કરી રહ્યા છે. સોશિયલ મિડિયા દ્વારા તેઓ સતત લોકોને સેલ્ફ આઇસોલેશન અને ઘરોમાં રહેવાની અપીલ કરી રહ્યા છે. અક્ષય પોતે સેલ્ફ આઇસોલેશનમાં છે અને તેમના ફોલોઅર્સથી સીધો સંવાદ કરીને એનું કડક પાલન કરવાની અપીલ કરી રહ્યા છે.

Hits: 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?