રેડ ઝોન નાગરવાડા વિસ્તારના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છેવાસણા-ભાયલી રોડ ઉપર ફોર્ચ્યુન ગ્રીન એપાર્ટમેન્ટમાં કોરોનાનો કેસ નોંધાતા પોલીસ અને આરોગ્ય ટીમ પહોંચી હતી
નવા વિસ્તારો ન્યૂ સમા, છાણી અને ફતેપુરાને રેડઝોન જાહેર કરાયાન્યૂ સમા રોડની રાંદલધામ, છાણીના સેફ્રોન બ્લીસ, સીતારામ કોમ્પ્લેક્ષ અને ફતેપુરાના રાણાવાસનો સમગ્ર વિસ્તાર સીલરાજમહેલ રોડ પર પણ 3 પોઝિટિવ કેસ સાથે કોરોનાનો વ્યાપ વધ્યો
સોમવારે કોરોના વાઇરસથી સંક્રમિત બે મહિલાઓના મોત થતાં હવે કોરોનાના જીવલેણ ભરડામાં 32 દિવસમાં 9 વ્યક્તિઓ આવી ચૂક્યાં છે. સોમવારે કોરોનાથી એસએસજી હોસ્પિટલમાં મૃત્યુ પામનાર મહિલાઓ 50 વર્ષથી વધુ વયની હતી. એક મહિલા તેઓ અન્ય બીમારીઓથી પણ પિડાતી હતી. સોમવારે શહેરમાં વધુ 14 દર્દીઓ સંક્રમિત થતાં હવે કોરોના પોઝિટિવનો આંક 190 પર પહોંચી ગયો છે. મૃત્યુ પામનાર મહિલાઓ પૈકી ગીતાબેન રાણા ફતેપુરાના રાણાવાસના અને અને લીલાબેન કહાર નાગરવાડાના ખોડિયારમંદિરના ખાંચા વિસ્તારના હતા.
નાગરવાડામાં સંક્રમિતોની સંખ્યા 140 પર પહોંચી
શહેરમાં કોરોનાએ 3 પોઝિટિવ કેસો સાથે રાજમહેલ રોડ પર પણ પોતાનું રાજ શરૂ કરી દીધું હતું. કબીર ફળિયામાં આવેલા તમામ 3 પોઝિટિવ દર્દીઓ સિનિયર સિટિઝન્સ છે, જેમાં 2 મહિલાનો સમાવેશ થાય છે. બીજી તરફ ગાજરાવાડીની મહિલા પોઝિટિવ જાહેર થઇ છે. આ મહિલા કેળા અને તડબૂચ વેચતી હતી. જેના પગલે આ મહિલા પાસેથી ફળો ખરીદનારાઓના પેટમાં ફાળ પડી હતી અને પોતાને કોરોના ટેસ્ટ કરાવવા માટેની આરોગ્યવિભાગમાં પૂછપરછ કરી હતી. જ્યારે સૌથી વધુ સંક્રમિત અને રેડ ઝોન નાગરવાડામાં વધુ 8 કેસો ઉમેરાતા આ વિસ્તારના સંક્રમિતોની સંખ્યા 140 પર પહોંચી ગઇ હતી.
રાણાવાસને રેડઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો
શનિવારે સમામાં કોરોનાનો પોઝિટિવ કેસ જાહેર થતાં અને પાલિકા દ્વારા ન્યૂ સમા રોડ વિસ્તારને રેડઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફતેપુરા અને છાણીનો પણ રેડઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ન્યૂ સમારોડ વિસ્તારના રાંદલધામ-ગંગાસાગર સોસાયટી, છાણીના સેફ્રોન સીતારામ કોમ્પ્લેક્સનો રસ્તો રેડ ઝોનમાં આવરી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફતેપુરાના રાણાવાસને રેડઝોન તરીકે જાહેર કર્યો છે. આ રેડઝોનમાં લગભગ 3000 જેટલી વસ્તીનો સમાવેશ થશે. બીજી તરફ મંગળવારથી શહેરમાં વિવિધ દવાખાનાઓ અને ખાનગી હોસ્પિટલોને ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. જોકે આ અંગેની માર્ગદર્શિકાનું પાલન તેમને કરવાનું રહેશે.
Hits: 292