Breaking News

BREAKING:વિજય નહેરા થયા હોમ ક્વોરન્ટાઈન

AMC કમિ. નેહરા હોમ ક્વોરન્ટીન, શહેરમાં કોરોનાને કાબૂ કરવાની જવાબદારી મુકેશ કુમાર, પંકજ કુમાર-રાજીવ ગુપ્તાના શિરે


વિજય નેહરાની ગેરહાજરી દરમિયાન AMCનો ચાર્જ મુકેશ કુમાર સંભાળશે
ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને CEO મુકેશકુમાર આ પહેલા AMCના કમિશનર રહી ચૂક્યા છે
વહેમ કે આશંકા માટે ટેસ્ટિંગ કરવાની જોગવાઈ નથીઃ વિજય નેહરા
અત્યાર સુધીમાં કુલ 32 હજારથી વધુ ટેસ્ટ, 10 લાખની વસતિએ 5344 ટેસ્ટ થયા
ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક ચલાવતા તબીબો તાત્કાલિક ક્લિનિક શરૂ કરેઃ AMC કમિશનર
ગઈકાલે વધુ 79 દર્દી ડિસ્ચાર્જ થતા સાજા થનારા દર્દીની સંખ્યા 691 થઈ ગઈ


અમદાવાદ. 3મેની સાંજથી લઈ 4 મે સુધીમાં અમદાવાદમાં કોરોનાના 259 નવા કેસ અને 26 દર્દીના મોત થયા છે. તેમજ 80 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કુલ દર્દીઓ 4076 અને મૃત્યુઆંક 234 થયો છે. તેમજ691દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટીન થવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે સિનિયર અધિકારીઓ એવામુકેશ કુમાર, પંકજ કુમાર અને રાજીવ ગુપ્તાને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે.




કયા અધિકારીને કઈ જવાબદારી સોંપી
વિજય નહેરાની મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરિંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક
મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે.

5 મેની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

દર્દીના સંપર્કમાં આવ્યા હોય અને જે લોકોમાં લક્ષણો હોય તેના જ ટેસ્ટ થશેઃ AMC કમિશનર

શહેરમાં કોરોનાના કેસો અને સારવાર અંગેની અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, વહેમ કે આશંકા માટે ટેસ્ટિંગ કરવાની જોગવાઈ નથી. ફક્ત જે લોકો સંપર્કમાં આવ્યા છે અને તેનામાં લક્ષણ જોવા મળે તો જ ટેસ્ટિંગ કરવામાં આવશે. સંપર્કમાં આવેલા વ્યક્તિએ 7 દિવસ હોમ ક્વોરન્ટીન થવાનું છે. ત્યાર બાદ તેનામાં જો કોઈ લક્ષણો જોવા મળે તો ટેસ્ટિંગ કરવામાં આવશે. ટેસ્ટિંગના મર્યાદિત સાધનો હોવાથી એટલા ટેસ્ટિંગ કરી શકીએ એમ નથી. જો ઓફિસમાં એકને કોરોના પોઝિટિવ આવે તો બીજા દિવસે ટેસ્ટિંગ કરાવો તો તેનો રિપોર્ટ નેગેટિવ આવી શકે અને પછી તેનો ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે.અત્યાર સુધીમાં કુલ 32 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 10 લાખની વસતિએ 5344 ટેસ્ટ થઈ રહ્યાં છે. જ્યારે 700 જેટલી ટીમ દ્વારા 3 લાખ 63 હજારનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન જેનામાં લક્ષણો જોવા મળ્યા છે. તેના સેમ્પલ લેવામાં આવ્યા છે.

દોઢ મહિનામાં પહેલીવાર એક્ટિવ કેસોનો ગ્રોથ રેટ 5 ટકાથી ઓછો થયો
મ્યુનિ.કમિશનરે આગળ કહ્યું કે, શહેરમાં કુલ 4022 દર્દી નોંધાયા છે. પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે. એક સાથે કેસો વધતા આરોગ્ય તંત્ર પર સ્ટ્રેસ આવી શકે છે. જેથી એક્ટિવ કેસોને નિયંત્રણમાં લાવવા જરૂરી છે. હાલ 3101 એક્ટિવ કેસ છે. જ્યારે દોઢ મહિનામાં પહેલીવાર એક્ટિવ કેસોનો ગ્રોથ રેટ 5 ટકાથી ઓછો થઈ ગયો છે. મેના અંત સુધીમાં એક્ટિવ કેસોના ગ્રોથ રેટને ઝીરો ટકા સુધી લઈ જવાનો છે. ગઈકાલે 79 દર્દી ડિસ્ચાર્જ થયા છે હવે સાજા થનારા દર્દીની સંખ્યા 612થી વધીને 691 થઈ ગઈ છે.

પાસ ઈસ્યૂ કરવા 1437 ફેરિયાનું ચેકિંગ કર્યું, 28માં લક્ષણો જોવા મળ્યાં
જ્યારે સુપરસ્પ્રેડર એવા ફેરિયાઓની વાત કરીએ તો પાસ ઈસ્યૂ કરવા માટે 1437 ફેરિયાનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને તેમાંથી 28 ફેરિયામાં લક્ષણો જોવા મળતા તેમને પાસ આપ્યા નથી. જ્યારે બાકીના 1409 ફેરિયાને કાર્ડ ઈસ્યૂ કર્યાં છે. જે ફેરિયા પાસે પાસ હોય તેની પાસેથી જ શાકભાજી ખરીદવા નાગરિકોને અપીલ કરું છું. તેની સાથે સાથે હું ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક ચલાવતા તબીબોને પણ તાત્કાલિક અસરથી ક્લિનિક અને હોસ્પિટલો ખોલવા અપીલ કરું છું જેથી નાગરિકોને અન્ય આરોગ્ય સુવિધા મળી શકે.

એલ.જી.હોસ્પિ.માં દરેક દર્દી કોરોનાનો દર્દી હોય શકે તેમ માનીને ટેસ્ટ કર્યા બાદ અન્ય સારવાર
વિજય નેહરાએ વધુમાં ઉમેર્યું કે, 15 દિવસ પહેલા તબીબોને કોરોના થતાં એલ.જી. હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી. પરંતુ અઠવાડીયા પહેલા નવી SOP(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) સાથેએલ.જી.હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. 1680 જેટલા લોકોને ઓપીડીમાં સારવાર આપી છે અને 200ને ઈન્ડોર સારવાર આપી છે. તેમજ 80 જેટલી ડિલિવરીકરવામાં આવી છે. હવે ત્યાં દરેક પેશન્ટ કોરોના દર્દી હોય શકે એવું માનીને તેના ટેસ્ટ કરીને બીજી સારવાર કરવામાં આવી રહી છે. તેમજ 20 જેટલી કોરોના પોઝિટિવ મહિલાની ડિલવરી કરવામાં આવી છે.

વતન જવા બેબાકળા બનેલા 7000થી 8000 પરપ્રાંતીયો સોનીની ચાલીએ એકઠા થયા
શહેર કોરોના કેપિટલ બની ગયું છે અને સૌ મોટાભાગના લોકો વતનની વાટ પકડી રહ્યાં છે, ત્યારે 43 દિવસથી ચાલી રહેલા લોકડોઉને પરપ્રાંતીય શ્રમિકોનું જીવન પણ દોજખ બનાવી દીધું છે. તેઓને દરરોજ પોતાની અને પરિવારની ચિંતા કોરીખાઈ છે. તેમાં પણ અફવા બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. આજે બપોરે સોનીની ચાલી પાસે પોતાના વતન ટ્રેન જઈ રહી હોવા અંગે અફવા ફેલાતા 7000થી 8000 પરપ્રાંતીયો રસ્તા પર આવી ગયા હતા. તેમજ વતન જવા માટે આજીજી કરવા લાગ્યા હતા. જો કે આ અંગે જાણ થતા પોલીસ દોડી આવી હતી અને તેમને સમજાવીને પરત મોકલવા લાગી હતી.

ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં 21થી વધુશાકભાજીના ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ

આજે હાટકેશ્વર ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં એક સાથે 21થી વધારે શાકભાજીના ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. જેને પગલેઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે હરિપુરા પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને ક્વોરન્ટીન કરીને બસો મારફતે લઈ જવા તજવીજ હાથ ધરીહતી.ત્યાર બાદ સેનેટાઈઝ કરીને બેરિકેડ મુકી આખા વિસ્તારનો બ્લોક કરવામાં આવ્યો હતો. તેની સાથે સાથે નાગરિકોને ઘર ન નીકળવાની સૂચનાઓ પણ આપી હતી.

માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ જ ચાલુ

શહેરમાં એકતરફ લોકડાઉન છે. તેમજ પોલીસે ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં જવા પર પ્રતિબંધ મુક્યો છે. માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ જ ચાલુ છે ત્યારે આજે સવારે સુભાષબ્રિજ પર ટ્રાફિકજામ થયો હતો. મોટી સંખ્યામાં વાહનોનો કાફલો સુભાષબ્રિજ પાસે ખડકાયો હતો. ટુ વહીલર પર એક જ વ્યક્તિ અને ફોર વહીલરમાં બે વ્યક્તિ જ જઇ શકે છે જેથી પોલીસ લોકોને ચેક કરીને જ જવા દઈ રહ્યા છે. માત્ર આવશક્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા લોકો અને સરકારી કર્મચારી જ રેડઝોનમાં જઇ શકે છે. એકમાત્ર બ્રિજ ચાલુ હોવાથી મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યા હતા.

અમદાવાદમાં વોર્ડવાર કોરોના કેસ, સાજા થયેલા દર્દી અને મૃત્યુ (04-05 સુધીના આંકડા)

વોર્ડ

પોઝિટિવ કેસ

સાજા થયા

મૃત્યુ

ખાડિયા 398
41

12
અસારવા 112
07

02

દરિયાપુર 167 53
12

જમાલપુર
674

77 61
શાહપુર
150

22 02
શાહીબાગ
61

01

02
મધ્ય ઝોન કુલ 1528
201

91

નવાવાડજ 50 07 01
નારણપુરા 52 09 05
સ્ટેડિયમ 30 00 01
વાસણા 30 06 02
પાલડી

52
03

01
રાણીપ

24 01
00

સાબરમતી 25 02 00
ચાંદખેડા

38 04 02
નવરંગપુરા 57 16 02
પશ્ચિમ ઝોન કુલ

360
48

14

બોડકદેવ

32 11 03
થલતેજ

19 03 00
ગોતા 39 03 02
ચાંદલોડિયા

15 03 00
ઘાટલોડીયા 15 05 00
ઉ. પશ્ચિમ ઝોન કુલ

110 25 05
જોધપુર

46 06 01
વેજલપુર 41 02 00
સરખેજ

13 04 01
મકતમપુરા
23

08 01
દ. પશ્ચિમ ઝોન કુલ

123
20

03

કુબેરનગર

33 02 00
બાપુનગર 56 02 01
સરસપુર

153 02 04
ઠક્કરનગર

24 01 01
સૈજપુર

27 00 00
ઇન્ડિ. કોલોની

28 02 02
સરદારનગર
13

02 01
નરોડા

53 05 01
ઉત્તર ઝોન કુલ

385
16

10

ભાઈપુરા 19 01
00

અમરાઈવાડી

41 05
00

ગોમતીપુર 108 02 08
વિરાટનગર 25 01
01

ઓઢવ 25 07
01

નિકોલ 24 04
01

વસ્ત્રાલ

33 02
01

રામોલ

19 02
01

પૂર્વ ઝોન કુલ

385

24

13

ઇન્દ્રપુરી

24 02
00

દાણીલીમડા

282 33 07
ખોખરા

15 05 00
ઇસનપુર
64

09 01
મણિનગર 134 16 05
બહેરામપુરા 359 46 10
વટવા

42 05 03
લાંભા

45
06

01
દક્ષિણ ઝોન કુલ

964

122

27

અમદાવાદ કુલ

4076

620

234

Hits: 274

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?