ભાવનગરમાં 90 વર્ષના વૃદ્ધને કોરોનાને પરાસ્ત કર્યો છે. શહેરના વડવા મઢીયાફળીમાં રહેતા રસુલભાઇ મહંમલભાઇ રાઠોડને 5 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી તેમને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તબીયતમાં સુધારો થતા 20 એપ્રિલના રોજ અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોની સઘન સારવાર બાદ વૃદ્ધનો બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલ દ્વારા આજે રજા આપવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફે તાળીઓ પાડી વૃદ્ધને વિદાય આપી હતી. હજી આ વૃદ્ધને ઇન્ફેક્શન ન લાગે તે માટે હોમ ક્વોન્ટીન રાખવામાં આવશે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 21 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે.
Hits: 38