Breaking News

વડોદરામાં પોલીસ કર્મચારી કોરોનાની ઝપટમાં: સમગ્ર બ્લોક ક્વોરન્ટાઈન કરાયો

લોકડાઉનનો પુરતો અમલ કરાવવા માટે પોલીસ દિવસ રાત જીવના જોખમે રસ્તા પર છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી રેડ ઝોન સહીત અન્ય ગીચ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓમાં કોરોના વાઇરસના ચેપને લઇને ભારે ફફળાટ ફેલાયો છે. તેવામાં સિટી પોલીસ સ્ટેશનના કોન્સટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં આ ફફળાટ હવે ભયમાં તબદીલ થતો જોવા મળી રહ્યો છે.

શહેરના પ્રતાપનગર સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેતા અને સિટી પોલીસ સ્ટેશનમાં પીસીઆરના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ ગુલાબસિંહ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શહેર પોલીસના કર્મીનો કોરોના પોઝિટીવ આવ્યો હોવાનો આ પ્રથમ કિસ્સો છે. જેને પગલે શહેર પોલીસ બેડામાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેતા પ્રવિણસિંહના મકાન સહીત સમગ્ર બ્લોક અને આસપાસના વિસ્તારમાં સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તદઉપરાંત સમગ્ર બ્લોકને ક્વોરોન્ટાઇન કરાવાની કામગીરી ચાલી રહીં હોવાનુ જાણવા મળી રહ્યું છે.

આ અંગે સિટી પોલીસ સ્ટેશનની ઇન્સપેકટર ડી.જે સોસા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સિટી પોલીસ સ્ટેશનના પ્રવિણસિંહ ગુલાબસિંહ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પ્રવિણસિંહ સિટી પોલીસ સ્ટેશનની પીસીઆરના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા છે અને ગત 28મી એપ્રિલથી સીક લીવ પર હતા.

Hits: 75

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?