કોરોના વાઇરસ અંગે અમેરિકા ચીન ઉપર જાણકારી છુપાવવાનો આરોપ લગાવતું રહ્યું છે. હવે અમેરિકાના એક રાજ્યે ચીન પર અદાલતમાં કેસ દાખલ કર્યો છે. એ રાજ્યે કહ્યું છે કે, કોરોનાથી એવું દુનિયાભરના લોકોને ભારે નુકસાન થયું છે, જેની ભરપાઇ કરી નહીં શકાય. કોરોનાને કારણે આખી દુનિયામાં સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયાં છે. અત્યાર સુધીમાં અમેરિકામાં ૪૫,૩૪૩ લોકોનાં મોત થયાં છે.
ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ મિસૂરીની એક અદાલતમાં મિસૂરીના એટર્ની જનરલ એરિક શિમિટે ચીનની સરકાર, ત્યાંથી સત્તારૂઢ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને બીજા ચીની અધિકારીઓ અને સંસ્થાઓ વિરુદ્ધ આ પ્રકારનો પહેલો કેસ દાખલ કર્યો છે. આ કેસમાં એવો આરોપ લગાવ્યો છે કે કોરોના વાઇરસના ફેલાવાના શરૂઆતના મહત્ત્વના અઠવાડિયાઓમાં ચીનના અધિકારીઓએ જનતાને છેતરી છે. મહત્ત્વપૂર્ણ માહિતીઓને છુપાવી છે, આ અંગે જાણકારી બહાર લાવનારાઓને ગિરફ્તાર કરાયા, પર્યાપ્ત પુરાવા હોવા છતાં માનવીમાંથી માનવીમાં સંક્રમણ અંગે ઇનકાર કરતું રહ્યું, મહત્ત્વપૂર્ણ તબીબી સંશોધનોનો નાશ કર્યો અને લાખ્ખો લોકોને તેના સંક્રમણમાં આવવા દીધા અને એટલે સુધી કે ખાનગી સુરક્ષા ઉપકરણો (પીપીઇ)ના સંગ્રહખોરી કરી જેનાથી મહામારી વૈશ્વિક થઇ ગઇ.
રોજ લાવીને રોજ ખાનારાઓને સંઘર્ષ કરતા કરી દીધા
શિમિટે કહ્યું કે, કોવિડ ૧૯એ આખી દુનિયાના દેશોને ભારે નુકસાન પહોંચાડયું છે, જેનાથી બીમારીનો પ્રકોપ વધ્યો છે, લોકોનાં મોત થયાં છે, આર્થિક નુકસાનની સાથે માનવીય નુકસાન પણ ઘણું થયું છે. મિસૂરીમાં વાઇરસની અસર ઘણી થઇ છે, જ્યાં હજારો લોકો પ્રભાવિત થયા અને કેટલાય લોકો મૃત્યુ પામ્યાં. પરિવાર પોતાના પ્રિયજનોથી વિખૂટા પડયા છે. નાના વ્યવસાયો બંધ થઇ રહ્યા છે અને રોજ કમાઇને જીવનારાઓ સંઘર્ષ કરી રહ્યા છે.
વિરોધ કરનારનો અવાજ દાબી દીધાનો પણ આરોપ
મિસૂરીના એટર્ની જનરલ એરિક શિમિટે આરોપ લગાવ્યો છે કે, ચીની સરકાર કોવિડ ૧૯ના જોખમ અને સંક્રમક પ્રકૃતિ અંગે દુનિયામાં જૂઠું બોલી છે. જેઓ તેની સામે અવાજ ઉઠાવતા હતા, તેમનો અવાજ દબાવી દેવાયો અને બીમારી રોકવા માટે કશું નહીં કર્યું. કેસ મુજબ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓની પાસે માનવીથી માનવીમાં સંક્રમણ થયાના પૂરતા પુરાવા હતા.
Hits: 88