અમેરિકામાં કોરોનાના કારણે 40000 કરતા વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.છતા અમેરિકામાં લોકડાઉન સામેનો વિરોધ વધારેને વધારે ઉગ્ર બની રહયો છે.
અમેરિકામાં લોકો લોકડાઉન લાગુ કરવાના વિરોધમાં અલગ અલગ રાજ્યોમાં રસ્તા પર ઉતર્યા છે પણ હદ તો એ છે કે, પેન્સિલવેનિયા સહિતના કેટલાક રાજ્યોમાં તો લોકો મશિનગન સાથે રસ્તા પર આવીને લોકડાઉન સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
કેલિફોર્નિયામાં તો લોકોએ રસ્તા પર ચક્કા જામ કરી દીધો હતો.આ વિરોધ દરમિયાન સોશ્યલ ડિસ્ટિન્સિંગની પણ પરવા કરવામાં આવી નહોતી.સરકારના નિર્દશ બાદ ફેસબૂકે એન્ટી લોકડાઉન ઝુંબેશ ચલાવતા કેટલાક પેજ પણ બંધ કરી દીધા છે.
આવામાં દેખાવકારોએ ફેસબૂક પર પણ ફ્રી સ્પીચ રોકવાનો આરોપ લગાવ્યો છે.
દેખાવકારો અમેરિકામાંથી લોકડાઉન હટાવવાની માંગ કરી રહ્યા છે.
Hits: 80