વડોદરા શહેરમાં કોરોના વાઈરસના આજે વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા 441 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં કોરોના વાઈરસથી આજે વધુ 3 દર્દીના મોત થયા છે. બે દર્દીનાસયાજી હોસ્પિટલમાં અને એક દર્દીનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે.વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 31 ઉપર પહોંચ્યો છે. વડોદરામાં આજે 11 દર્દી કોરોના મુક્ત થતાં અત્યાર સુધીમાં કુલ 158 લોકો સાજા થયા છે.
કોરોના વાઈરસથી આજે મૃત્યુ પામેલા 3 દર્દીના નામ
-ઝોહરાબીબી ગુલામ હુસૈન શેખ (ઉ.55), રહે, છીપવાડ મહોલ્લા, પાણીગેટ
-ઐયુબભાઇ દાઉદભાઇ સૌદાગર (ઉ.62), રહે, સૌદાગર મહોલ્લા, નાગરવાડા
-મો. રીયાઝ (ઉ.40), રહે, નવાપુરા નાકા(વાડી)
પાણીગેટમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 48 પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 180 પોઝિટિવ કેસો નોંધાયા છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં અત્યાર સુધી 48 જેટલા વધારે જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના વાઈરસનો હોટસ્પોટ વિસ્તાર બન્યો છે. જેને પગલે આજે પાણીગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાણીગેટ, વાડી અને સિટી પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાંથી વધારે કેસ આવતા આ વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે.
નંદેસરીમાં પરપ્રાંતીયોનું મેડિકલ ચેકઅપ કરાયું
રોજગારી અર્થે વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા ગુજરાત બહારના લોકો લોકડાઉન દરમિયાનફસાઈ ગયા હતા. સરકાર દ્વારા તેઓને વતન પરત મોકલવાનું આયોજન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે શહેરના છેવાડે આવેલા નંદેસરી ગામ અને આસપાસના શ્રમિકોને તેઓના વતન ઉત્તર પ્રદેશ મોકલવાની કવાયત હાથ ધરાઈ છે. જેથીઆજે નંદેસરી ગ્રામ પંચાયત અને સાંકરદા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 181 લોકોનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું,
વડોદરામાં કોરોના વાઈરસ 20 પોઝિટિવ દર્દીઓની આજની યાદી
Hits: 43