શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે વડોદરાના મિત્રો મદદ માંગતો વીડિયો મોકલ્યો છે.
જાનકી એવન્યુ-૧માં રહેતાં નિલેશ રામદાસ જીન્ગર લાઇનિંગનો ધંધો કરે છે. નિલેશ પરિણીત છે અને નવ વર્ષની પુત્રીનો પિતા છે. ગત ૨૩મીએ નિલેશ સહિતનો પરિવાર અમદાવાદ ગયો હતો. ધી કાંટા રોડ વિસ્તારમાં પરિવાર સંબંધીના ઘરે રોકાયો હતો. દરમિયાન નિલેશ તાવ, શરીદ, ખાંસીની ફરિયાદને પગલે તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ગયો હતો જ્યાં તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. સિવિલની સારવારથી કંટાળી તેણે વડોદરાના મિત્રો પાસે મદદની અપીલ કરતો વીડિયો મોકલ્યો હતો. વીડિયોમાં કરગરીને બોલ્યો કે, સોલામાં કોરોના નેગેટિવ અને પોઝિટિવ દર્દીઓને સાથે રાખવામાં આવે છે. આઇસોલેશન વોર્ડમાં મારી સાથે ૩૨ દર્દીઓ દાખલ છે. દર્દીઓના બેડ નજીક છે અને વોર્ડમાં એક જ બાથરૂમ છે. ત્રણ દિવસે સફાઈ થતી નથી. મારી તબિયત બગડતી જાય છે. ડોક્ટર્સ જોવા આવતા નથી અને નર્સ ગેટ આઉટના જવાબો આપે છે. ડોક્ટર્સ આઠ દિવસમાં ચાર વખત જોવા આવ્યાં છે. ઓળખાણ હોય તો કામ પતે છે. મારા મિત્રો મને અમદાવાદથી વડોદરા લઈ જાવ. હવે સહન થતું નથી, હાથ જોડું છું, પ્લીઝ બચાવી લો. મારી છોકરી નવ વર્ષની છે મારે જીવવું છે. અહીં લાગતું નથી મારું કઇ થશે, હું ફસાઈ ગયો છું.null
ઉકાળો અને ગરમ પાણી સવારે એક જ વખત મળે છે
સોલા સિવિલ હોસ્પિટલમાં સવાર-સાંજ જમવામાં રોટલી, દાળ-ભાત, ખીચડી હોય છે. ઉકાળો, ગરમ પાણી અને લિબું પાણી એક જ વખત મળે છે. મારા નંબરના ચશ્મા તૂટી ગયા છે, તેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવતી નથી તેવા આક્ષેપ નિલેશે કર્યાં હતાં.
Hits: 287