Breaking News

ગુલબાઈ ટેકરા બાદ રામાપીર નો ટેકરો હોટસ્પોટ ના બને તે માટે એ.એમ.સી સતર્ક: કોરોનાને અમદાવાદમાં એક મહિનો પૂરો થયો.

અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના (coronavirus) કેસ દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યા છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા બાદ હવે ગુજરાતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા અમદાવાદના રામદેવપીરના ટેકરા વિસ્તારમાં કોરોના વાયરસે દસ્તક દીધી છે. જેના પગલે તંત્ર વધારે હરકતમાં આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર (Ahmedabad Municipal Commissioner) વિજય નહેરાએ સોશિયલ મીડિયાના (social media) માધ્યમથી માહિતી આપતા કહ્યું હતુ કે શહેરમાં કોરોનાવાયરસની એન્ટ્રીનો એક મહિનો પૂર્ણ થયો. ગત 17 માર્ચની રોજ પ્રથમ કેસ નોધાયો હતો. જે આંક આજે 571 સુધી પહોંચી ગયો છે . જે પ્રથમ મહિલા કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે આજે પણ સારવાર ચાલી રહી છે. એએમસી દ્વારા જાન્યુઆરી મહિનાથી જ કોરોનાવાયરસ અંગે ચિંતા વ્યક્ત કરી તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

યુરોપ કે અમેરિકા કરતા અલગ પ્રો એક્ટીવના કારણે એએમસી અત્યાર સુધી આ કેસ શોધવાના મોટા સફળતા મળી છે. જે કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. તે એએમસી ટીમના સર્વેલન્સના કારણે બહાર આવ્યો છે. જો આ કેસ શોધવામા આવ્યા ન હોત તો. અમદાવાદ શહેરની કોરોના પોઝિટિવનો આંક 2 લાખને પાર પહોંચી ગયો હોત. 1 વ્યક્તિ 400 વ્યક્તિ કોરોના સંક્રમણ કરી શકે છે. આમ અમદાવાદ શહેરમાં 500થી વધુ કેસ નોધાયા છે. આથી જો આએએમસી ટીમ દ્વારા શોધવામા ન આવ્યા હોત તો આ આંકડા 2 લાખને પાર થયા હોત. અને મરણ પર હજારો થઇ ચુક્યા હોત.

શહેરમાં નોંધાયોલા 17 એપ્રિલના બપોર સુધીની આંકડા પર નજર કરીએ તો નવા 45 કેસ ઉમેરાના 571 કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધી 18 મરણ, 23 ડિસચાર્જ કરાયા છે . શહેરમાં સૌથી વધુ મધ્યઝોનમાં 231, દક્ષિણ ઝોન 186 કેસ નોધાયા છે. કોટ વિસ્તાર ઉભીકરાયેલ 13 ચેક પોસ્ટમાં 23 હજારનું સ્કેનિંગ કરાયું છે. ગીચ વિસ્તારની 700થી વધુ ટીમ બનાવી લાખોના સંખ્યામાં લોકોનું સ્કેનિગકરાયું છે. પહેલા દિવસે 30નું ટેસ્ટીંગ કરાયું હતુ . આજે 1898 કેસનું સેમ્પલ સેવામાં આવ્યા છે .

વધુમા કમિશનર વિજય નહેરાએ કહ્યું હતુ કે ગુલબાઇ ટેકરામાં એક કોરોના પોઝિટિવ કેસ નોધાતા 20 ટીમો બનાવી 20 હજાર લોકોનું ચેકીંગ કર્યું હતુ . જેમાં શંકાસ્પદ આવેલા 200 સેમ્પલ લેવાયા હતા . તેમાથી 6 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા હતા. એએમસી માટે ગુલબાઇ ટેકરા બાદ વાડજના રામાપીરના ટેકરામાં એએમસી દ્વારા પ્રો એક્ટિવ સર્વેલન્સ કામગીરી કરાઇ હતી. વાડજ રામાપીરના ટેકરામાં પણ એક કોરોના પોઝિટિવ આવતા એએમસી તંત્ર હરકતમા આવ્યું છું. આ અનુભવના આધારે એએમસી હવે શહેરના તમામવિસ્તારમાં પ્લાઝમા થેરાપીની શરૂઆત કરશે .

કોટ વિસ્તાર અને દાણીલમડા વિસ્તારમાં જે કર્ફ્યુમાં છુટછાટ અપાઇ છે. જેનો દુર ઉપોયગ અનેક લોકો કરે છે. મહિલાઓ મોટાપ્રમાણમાં બહાર નિકળી રહી છે જાણે શાકભાજી હવે મળશે નહી. મહિલાઓ આ રીતે બહાર ન નિકળે. નહીતર અમદાવાદ માટે હજુવધુ કરવા સંજોગ ઉભા થશે. મધ્ય ઝોન વિસ્તાર લોકોને સુધરવાની જરૂર છે. આવી ઘટના દુખદ બાબત છે.

Hits: 124

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?