લોકડાઉન ને 40દિવસ થવા આવ્યા , ત્યારે તમાકુ, સિગારેટ ના કાળા બજાર જેમ જેમ દિવસો વીતે છે તેમ તેમ વધી રહ્યા છે. સરકારે તમાકુ, ગુટખા કે સિગારેટ ના વેંચાણ પર પ્રતિબંધ તો ફરમાવી દીધો પણ જે વર્ષોથી આ વ્યસન કરતા હોય ,તે કઈ એક દિવસમાં થોડા છોડી શકે છે.
અને કદાચ એટલેજ દવા લેવા દિવસમાં બે વાર નીકળતા લોકો , તમાકુ કે સિગારેટની શોધમાં નીકળી રહ્યા છે. ભલે થુકવા થી કોરોનાના સંક્રમણ નો ભય છે, પણ તમાકુ કે સિગારેટ વિના અનેક લોકો ના શરીર નિર્જીવ થઈ ગયા છે.
તમાકુ કે સિગારેટમાં નિકોટિન હોવા થી આનું સેવન કરનારા લોકો ના લોહીમાં નિકોટિનની ઊણપ વાર્તાતા એકદમ હાથ પગમાં દુખાવો, પેટમાં ગરબડ, શરીરમાં દુખાવો જેવી ફરિયાદ થતી હોય છે. આ કારણે વ્યક્તિ નો સ્વભાવ ચીડીયો થઈ જાય છે અને તેને ઊંઘ આવતી પણ ઓછી થઈ જાય છે.
ગત તા 22મીથી અચાનક લોકડાઉન વ્યસનીઓના માથે મોટી આફત આવી પડી છે. લોકડાઉન ના 37 દિવસ થઈ ગયા ..પણ જે લોકો તમાકુ કે સિગારેટ ની આદત વાળા હોય તે સ્ટોક માટેની શોધખોળ કર્યા કરતા હોય છે. ઘણા નિર વ્યસનીઓ આ લોકડાઉન નો આવકાર કરી વ્યસન મુક્તિ ના લેક્ચર ઝાડે છે.
પરંતુ જે વ્યક્તિ ના શરીરમાં નિકોટિન ની આદત હોય તે એકદમ બંધ થઈ જાય તો અનેક તે પણ તેના સ્વાસ્થ માટે નુકસાનકારક છે. એટલે મોટાભાગના લોકો ભલે ઓછી માત્રા માં પણ તમાકુ કે સિગારેટ લેતા રહે છે, જેથી કૂતરું કાઢતા ઉટીયું પેસવા જેવી પરિસ્થિતિ ના સર્જાય.
The Ahmedabad Buzz દ્વારા આવા અનેક લોકો સાથે વાત કારવામાં આવી જેમાં તમાકુ અને સિગારેટના ભાવ સાંભળીને માણસ ને ચક્કર આવી જાય.
ચુના સાથે ઘસીને ખવાતી બુધાલાલ કે અન્ય તમાકુ ના ભાવ હાલ 100 રૂપિયા પ્રતિ પેકેટ પહોંચ્યા છે.
તો 00 રજનીગંધા ખાતા લોકો ને એક વખતના 60 રૂપિયા સુધી આપવા પડે છે.
બીડી ની જુડી નો ભાવ 100 રૂપિયા ચાલે છે, જ્યારે સિગારેટમાં નાની ગોલ્ડફ્લેક 180 થી 200 રૂપિયા પ્રતિ 10 નંગ ચાલે છે. તો મોટી સિગારેટ કે જે 20નું પેકેટ આવે છે જેની કિંમત 330 રૂપિયા છે તે 800 રૂપિયા પેકેટ ના ભાવે વેંચાય છે.
તમાકુના કાળા બજારનો આ લોકડાઉન માં ખુબજ ધમધોકાર ધંધો ચાલી નીકળ્યો છે. ત્યારે સરકારે આ અંગે ધ્યાન આપવું જોઈએ.. વ્યસન સારું નથી ..પણ તેને તાત્કાલિક છોડવા થી પણ વ્યક્તિના સ્વાસ્થ્ય પર તેની આડ અસર થાય છે.
Hits: 176