કોરોનાની મહામારી સામે અત્યારે ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ સહિતનો મેડિકલ ક્ષેત્રના લોકો લડી રહ્યા છે ત્યારે રાજ્યના ખાનગી તબીબો અને ફાર્માસિસ્ટોએ પણ આ મહામારીમાં મદદ માટે તૈયારી દર્શાવી છે. રાજ્યના 3 હજાર જેટલા ફાર્માસિસ્ટો જરૂર જણાય ત્યાં સેવા આપવા તૈયાર છે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા 3 હજાર ફાર્મસિસ્ટનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને સરકારને જાણ કરવામાં આવી છે. સરકાર જરૂર જણાશે તો ફાર્માસિસ્ટોની મદદ લેશે. ફાર્માસિસ્ટો લોકોને જાગૃત કરવાનું પણ કામ કરશે. જે વિસ્તારમાં રહેતા હોય ત્યાંના લોકોને કોરોના અંગે યોગ્ય માહિતી આપશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બગડે તો 1 હજારથી વધુ ખાનગી ડોક્ટરની જરૂર પડશે. ખાનગી ડોક્ટર પણ આવી પરિસ્થિતિમાં સેવા આપવા તત્પર છે.
Hits: 86