– સાવધાન: કાલથી 15 દિવસમાં 9 લગ્નમુહૂર્ત, રાતના પ્રસંગ પર પ્રતિબંધ
– પોલીસ સ્ટેશનમાં મંજૂરી માટે જાનૈયા-માંડવિયાની યાદી આપવી પડશે 10 ડિસેમ્બર પછી સવા ચાર મહીને એપ્રિલમાં લગ્નમુહૂર્તો આવશે
કદાચિત 10-15 વર્ષ પછી અનેક મા-બાપ તેમના સંતાનોને કહેતાં હશે કે અમારા લગ્ન કોરોના વખતે થયાં હતાં અને માંડ 100 લોકો પણ હાજર નહોતાં. પોલીસની મંજુરી લેવી પડી હતી અને જમણવાર વગર જ જલ્દી-જલ્દી લગ્ન આટોપી લેવા પડયાં હતાં. કોરોનાના ત્રીજા તબક્કાએ લગ્નમાં વિઘ્ન સર્જ્યું છે. તા. 25 નવેમ્બરથી 10 ડીસેમ્બર સુધીના 15 દિવસમાં લગ્નના મુહૂર્ત હોવા તેવા 9 દિવસ છે.
આ નવ દિવસમાં પણ કોરોના કર્ફ્યૂના કારણે રાતે 9 પછી લગ્ન યોજી શકાશે નહીં અને લગ્ન યોજવા માટે પોલીસની મંજુરી લેવી પડશે. લગ્નપ્રસંગમાં 100થી વધુ જાનૈયા-માંડવિયા રાખી નહીં શકાય અને તમામની યાદી પોલીસને આપવી પડશે. 10 ડીસેમ્બર પછી સવા ચાર મહિને લગ્નમુહૂર્ત આવશે.અ ત્યારે અસંખ્ય વરઘોડિયા અને તેમના પરિવાનની ખુશીમાં કોરોનાનું વિઘ્ન આવ્યું છે.
આવતીકાલ તા. 25ને લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે ને પોલીસ સ્ટેશનોમાં દોડધામ મચી ગઈ છે. દિવાળીના તહેવારો પછી અને કોરોનાના ત્રીજા રાઉન્ડથી સર્જાયેલી કોરોનાની સ્ફોટક સિૃથતિથી અગણિત પરિવારોમાં લગ્નની ખુશીના બદલે ચિંતાનો માહોલ છે. મુહૂર્ત નિશ્ચિત થઈ ચૂક્યાં છે, કંકોત્રી લખાઈ ચૂકી છે અને તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે કોરોના અને કાયદાના બંધનથી ચિંતાજનક સિૃથતિ સર્જાઈ છે.
કોરોનાના રોગચાળો વકરતો અટકાવવા માટે પોલીસે હવે કોઈપણ લગ્નપ્રસંગ માટે મંજુરી લેવી ફરજિયાત બનાવી છે. કોઈપણ લગ્નપ્રસંગમાં મહત્તમ 100 લોકોને જ હાજર રહેવાની મંજુરી છે. પોલીસ સ્ટેશનોમાં કંકોત્રી અને હાજર રહેનાર જાનૈયા-માંડવિયા, મહેમાનોનું લિસ્ટ રજુ કરી લગ્નની મંજુરીની અરજી કરવાની રહેશે.
લગ્નસૃથળ અને સૃથળ સંચાલક અંગે પણ પોલીસ તપાસ કરવાની છે. સોલા પોલીસે તો તેમના વિસ્તારમાં આવેલાં 20 પાર્ટી પ્લોટ અને 40 હોટલો, બેન્કવેટ હોલના સંચાલકો સાથે મિટિંગ યોજી હતી. આવા સૃથળોએ લગ્ન યોજાય તે પહેલાં સંચાલકોને જ જાગૃત કરવાની કવાયત શહેરના અન્ય પોલીસ સ્ટેશનોમાં શરૂ કરવામાં આવશે.
શાસ્ત્રોક્ત તિિથના જાણકારોનું કહેવું છે કે, તા. 25 નવેમ્બરથી 10 ડીસેમ્બર સુધી જ લગ્નગાળો છે. આ 15 દિવસ દરમિયાન લગ્ન યોજી શકાય તેવા નવ ર્દિવસ દરમિયાન લગ્નના શુભમુહૂર્તો જ છે. આ પછી લગ્નમુહૂર્તો કે તિિથ 24 એપ્રિલ પછી જ આવનાર છે. સવા ચાર મહિના સુધી લગ્નમુહૂર્તોમાં વેકેશન પહેલાં પંદર દિવસમાં નવ મુહૂર્ત દરમિયાન અનેક લગ્ન યોજવાના છે.
જેમના ઘરે લગ્નપ્રસંગ છે તેમના માટે નવી પરિસિૃથતિથી રાત ઓછી અને વેશ ઝાઝા જેવી સિૃથતિ સર્જાઈ છે. રાત્રીના સમયે નવ વાગ્યા પછી મંજુરી અપાતી નથી. સવારે છથી રાત્રે નવ વાગ્યા દરમિયાન જાન આગમનથી વિદાય સુધીના લગ્નપ્રસંગ પૂર્ણ કરવાના આયોજન આંકરાં પડી રહ્યાં છે.
ખાસ કરીને 200ના બદલે 100 સ્વજનોની હાજરીનો નવો નિયમ આવતાં સગા-વહાલા અને સ્નેહીઓને સમજાવટ કરવાની પરિસિૃથતિ સર્જાઈ છે. આ ઉપરાંત અત્યાર સુધી કરાયેલી તૈયારીઓ કોરાણે મુકી સાદાઈથી પ્રસંગની પતાવટ કરવાનો વખત આવ્યો છે. સૌથી મોટી સમસ્યા તો એ છે કે, અનેક પરિવારો એવા હશે કે જે પોલીસ સ્ટેશનોનું પગિથયું નહીં ચડયા હોય.
આવા પરિવારોએ લગ્નપ્રસંગની મંજુરી લેવા માટે પોલીસ સ્ટેશનના આંટા-ફેરા કરવાનું શરૂ કરવું પડયું છે. જો કે, મોટા ભાગના પોલીસ સ્ટેશનોમાં લગ્નપ્રસંગની મંજુરી માટે અલાયદુ ટેબલ શરૂ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. પણ, પોલીસની મંજુરી મેળવવા આસાન નહીં હોવાનો અહેસાસ અનેક લોકોને થઈ રહ્યો છે.
ડોલરિયા લગ્ન ન થવાથી અર્થતંત્રને પણ અસર થશે
ફ્લાઈટસ બંધ હોવાથી NRI લગ્નોને ઘેરી અસર
ગુજરાતમાં ડીસેમ્બર મહીનો એનઆરઆઈ પરિવારના સંતાનો માટે લગ્નનો સમયગાળો કહેવાય છે. વિદેશમાં વસતા પરિવારો આ સમયગાળામાં લગ્ન કરવા માટે ગુજરાત આવતાં હોય છે. પણ, આ વર્ષે કોરોનાના કારણે ફ્લાઈટ્સ બંધ હોવાથી તેમજ વિદેશથી આવ્યા પછી ક્વોરન્ટાઈન થવાના નિયમોના કારણે એનઆરઆઈના લગ્નો પણ પાછળ ઠેલાયાં છે.
એનઆરઆઈ લગ્નથી કપડાં, કાપડાં, અલંકારો, કેટરીંગ, મંડપ, સુશોભનો સહિતની ઈન્ડસ્ટ્રીમાં તેજીનો માહોલ જોવા મળતો હોય છે. પણ, આ વર્ષે કોરોનાના કારણે એનઆરઆઈ લગ્નોને ઘેરી અસર પહોંચવાની છે તે નકકી છે. જો કોઈ પરિવાર ગુજરાત આવી જાય તો પણ લગ્ન સમારંભો સાદગીપૂર્ણ રહેવાના છે તે નક્કી છે. એકંદર કોરોનાથી બજાર જેને ડોલરિયા લગ્નથી ઓળખે તેવા એનઆરઆઈ લગ્ન પર અંકુશની અસર અર્થતંત્રને પણ પહોંચશે તે નક્કી છે.
નિશ્ચિત તિથિ કે દિવસે લગ્નના ઓરતાં અધૂરા રહેશે
વસંતપંચમી અને વેલેન્ટાઈન ડેએ લગ્નનાં મુહૂર્ત નથી
આમ તો એવું કહેવાય છે કે, વસંતપંચમી એટલે વણજોયાં મુહૂર્તે શુભ પ્રસંગ યોજવાની તીથિ. વસંતપંચમીએ ધૂમ લગ્નો યોજાતાં હોય છે. પણ, જાણકારોના મતે આ વર્ષે વસંતપંચમીએ લગ્ન માટે શુભ નથી. તા. 16 ફેબુ્રઆરીએ વસંતપંચમી છે. આ વખતે વસંતપંચમીએ શુક્રનો અસ્ત હોવાથી લગ્નના મુહૂર્ત ન હોવાનું જાણકારો કહે છે.
એ જ રીતે 14 ફેબુ્રઆરીએ આવતાં વેલેન્ટાઈન ડેએ પણ લગ્ન કરવાનું અનેક કપલ પસંદ કરતાં હોય છે. પણ, 16 ડીસેમ્બરથી 24 એપ્રિલ સુધી લગ્નના મુહૂર્તો ન હોવાથી વેલેન્ટાઈન ડેએ પણ લગ્ન યોજાય તેમ ન હોવાનું સૂત્રો કહે છે. જો કે, આ બાબતે મતમતાંતર હોઈ શકે છે તેમ પણ જાણકારો માને છે. શાસ્ત્રોક્ત કથન વચ્ચે લગ્ન યોજવામાં અત્યારે તો કોરોનાની સ્થિતિ સૌથી મોટો ભાગ ભજવી રહી છે.
Hits: 89