ગુજરાતના 3 શહેરો અને જિલ્લા સહિત 17મી મે બાદ પણ ભારતમાં 30 જેટલા વિસ્તાર રેડ ઝોનમાં રહેશે કે જ્યાં લોકડાઉનની છૂટછાટ નહીં મળે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા યાદી તૈયાર થઈ ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. અમદાવાદ, વડોદરા અને સુરતમાં રેડ ઝોન રહેશે.
- 17 મે બાદ પણ દેશના કેટલાક વિસ્તારોમાં રહેશે રેડ ઝોન: સૂત્ર
- 30 જિલ્લાઓ રહેશે રેડ ઝોનમાં : સૂત્ર
- 30 મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં રહેશે રેડ ઝોન: સૂત્ર
લોકડાઉન 4ને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહત્વના સૂત્રો દ્વારા માહિતી મળી છે કે 17 મે બાદ પણ દેશના કેટલાક વિસ્તારોમાં રેડ ઝોન રહેશે. 30 જિલ્લાઓ રેડ ઝોનમાં રહેશે. રેડ ઝોનવાળા વિસ્તારોને લઈ કેન્દ્ર સરકારે યાદી કરી તૈયાર કરી છે.
30 મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં રેડ ઝોનમાં રહેશે
અમદાવાદ, વડોદરા, સુરત મહાનગર પાલિકાના વિસ્તારોમાં રેડ ઝોન રહેશે. થાણે, પુણે, દિલ્લી, આગ્રા, ઉદયપુરમાં પણ રેડ ઝોન રહેશે. કેન્દ્રીય આરોગ્ય સેક્રેટરી આ અંગે બેઠક કરશે. દેશની 30 મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા સાથે બેઠક યોજાશે.
Hits: 701