સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલી મુસ્કાનને એના ઘેર પરત મોકલતા અમે અનેરો આનંદ અનુભવીએ છે:જી.એમ. ઇ. આર.એસ.ની તબીબી ટીમ.
દાહોદની નવ વર્ષની મુસ્કાન ફાતેમા રહીમભાઈ કુંજાલા ઇન્દોરની મુલાકાતે ગઈ અને ત્યાં થી એને કોરોનાનો ચેપ લાગ્યો.આ નવ વર્ષની નાનકડી બાળ પરીને આજે જી.એમ. ઇ.આર.એસ.,ગોત્રીની કો હોસ્પિટલની સમર્પિત તબીબી અને પેરા મેડીક ટીમે નિષ્ઠાસભર સારવાર વડે રોગમુક્તિની ભેટ આપી એના કુટુંબીજનોને સુપરત કરી હતી.જાણે કે કોરોના ને લીધે વિલાઈ ગયેલી મુસ્કાનની મુસ્કાન ને આ તબીબોએ સંપૂર્ણ સાજગી ની સંજીવની છાંટી ને ફરી થી ખીલવી હતી.આ અગાઉ આ જ સમર્પિત તબીબો એ ગુજરાતની સહુ થી નાની કોરોના દર્દી ,બોડેલીની 2 વર્ષની આયેશાને પણ રોગમુક્ત કરી હતી.
ગોત્રી હોસ્પિટલ ખાતે બાળ રોગોના તજજ્ઞ મદદનીશ પ્રાધ્યાપક ડો. પુતુન પટેલ, ડો. મફદ્દલ ના માર્ગદર્શન હેઠળ ડો.ગૌતમ શાહ અને ડો.મહેશ કુમાવત તથા પેરા મેડિક સ્ટાફે આ બાળકીને નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે 12 થી 13 દિવસ સારવાર આપી હતી.
ડો.શાહે જણાવ્યું કે કોરોના ના બાળ રોગીઓને કોઈ અલાયદી વિશેષ સારવાર આપવાની હોતી નથી.પોઝિટિવ બાળ દર્દીને જે લક્ષણો જણાય તે પ્રમાણે તેના નિવારણની સારવાર આપવામાં આવે છે.
મુસ્કાનને દાહોદ થી અહી રીફર કરવામાં આવી હતી અને એનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.સારવાર પછી બે વાર એના સેમ્પલ ની ચકાસણી કરવામાં આવી અને પરિણામ નેગેટિવ મળતા આજે તેને રજા આપી છે.
કોરોના ની વિચિત્રતા જોઈએ તો એના સેમ્પલ ની પોઝિટિવિટી નેગેટિવિટી જગવે છે અને નેગેટિવિટી પોઝિટિવિટી જગવે છે.
ડો.શાહ અને એમની ટીમે જણાવ્યું કે મુસ્કાન ફાતેમા હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને એને સાજી કરીને ઘેર પરત મોકલવાનો અમને આનંદ છે.સમગ્ર સ્ટાફે આ બાળકીને શુભ કામનાઓ પાઠવી હતી.
મુસ્કાન ના વાલી એ આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે અહી એને 12 થી 13 દિવસ ખૂબ સારી સારવાર મળી,ડોકટર અને સ્ટાફ,સહુનો ખૂબ ખૂબ આભાર.
અત્રે નોંધ લેવી ઘટે કે કોરોના ની સારવાર એક પડકાર છે.આ અદ્રશ્ય દુશ્મન ને તબીબી જ્ઞાન અને અનુભવના તીર વડે જાણે કે અંધારામાં મારી એનો લક્ષ્યવેધ કરવો પડે છે.ગોત્રી હોસ્પિટલમાં આ કામ નિષ્ઠા સાથે થઈ રહ્યું છે.અહી અત્યાર સુધીમાં વડોદરાના ત્રણ,બોડેલીના બે અને દાહોદના એક,મળી 6 દર્દી સાજા થયા છે. તેમાં બે કુમળી વયની બાળકીઓ નો સમાવેશ વિશેષ આનંદ આપે છે.
Hits: 60