Breaking News

કોરોનાએ 1,56,076નો ભોગ લીધો: 4.5 અબજ ઘરોમાં કેદ

દુનિયાભરમાં 22.7 લાખથી વધું લોકો કોરોના વાયરસથી અત્યાર સુંધી સંક્રમિત થયા છે. જ્યારે 1,56,076 લોકોનાં મોત થઇ ચુક્યા છે, શનિવારે (18 એપ્રિલ) આવેલા સત્તાવાર આંકડાનાં આધારે સમાચાર એજન્સી એએફપી દ્વારા સંકલિત કરવામાં આવેલી માહિતી બહાર આવી છે.

અત્યાર સુધી 193 દેશમાં કોવિડ-19નાં 22,73,968 કેસ નોંધાયા છે, જ્યારે 1,56,076 લોકોનાં મોત થયા છે, ખાસ કરીને ત્યારે જ્યારે વિશ્વની અડધાથી વધું વસ્તી એટલે કે 4.5 અબજ લોકો પોતાના ઘરોમાં કેદ છે.

અમેરિકામાં સૌથી વધુ મોત

ગત વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં શરૂ થયેલો રોગચાળો અત્યાર સુધી દુનિયામાં ફેલાઇ ચુકી છે, રોગચાળાથી સૌથી વધું ખરાબ રીતે પ્રભાવિત યુરોપમાં સંક્રમણનાં 11,15,555નાં કેસ નોંધાયા છે, અને 97,985 મોત થયા છે, અમેરિકામાં આ રોગચાળો સૌથી વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

જે આ રોગચાળોનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. અમેરિકામાં સંક્રમણનાં અત્યાર સુંધી  7,06,832 કેસ નોંધાયા છે, જ્યારે 37,084 લોકોનાં મોત થઇ ચુક્યા છે, ઓછામાં ઓછા 60,523 લોકો સાજા પણ થઇ ચુક્યા છે.

યુરોપમાં લગભગ 98 હજાર મોત

યુરોપમાં અત્યાર સુંધીમાં 1,115,555 કેસ, અને 97,985 લોકોનાં મોત, અમેરિકા અને કેનેડાનો સંયુક્ત આંકડો  7,38,706  પોઝિટિવ તથા 38,445 લોકોનાં મોત, એશિયામાં 1,58,764 કેસ અને 6,837 લોકોનાં મોત, પશ્ચિમ એશિયામાં 1,19,462 કેસ અને 5,452 મોત.

લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં 91,699 પોઝિટિવ કેસ અને 4,367 મોત થયા છે, જ્યારે સમગ્ર આફ્રિકામાં 19,674 કેસ અને 1,016 મોત થયા છે, જો કે એએફપીએ પણ સ્વિકાર્યું છે કે સત્તાવાર આંકડા કરતા વાસ્તવિક આંક ઘણો વધું છે, અને કેટલાક દિશોમાં પરિસ્થિતિ ચિંતાજનક બની છે.

Hits: 123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?