સુરત. લોક ડાઉન લંબાઈ રહ્યું છે ત્યારે પરપ્રાંતિયોની સાથે સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતભરના સુરતમાં વસતા લોકોને વતન જવા માટે તાલાવેલી વધી છે. વતન જવા માટે સુરતમાં વસતા લોકોએ આજે કલેક્ટર કચેરીએ ટિકિટ અને મંજૂરી પત્ર માટે લાઈનો લગાવી દીધી હતી. ગેરમાર્ગે દોરાયેલા આ લોકોને પોલીસે સમજાવ્યાં હતા કે આ રીતે અહિંથી ટિકિટ કે મંજૂરી મળતી નથી. પરંતુ તેમ છતાં આ લોકો જવા તૈયાર ન હોય તેમ ઉભા રહેતા પોલીસે ઓનલાઈન સહિતની અન્ય વ્યવસ્થા અંગે માહિતી આપતાં લોકો ગયાં હતાં.
હીરા-કાપડના શ્રમિકોએ લાઈનો લગાવી
ક્લેક્ટર કચેરી સામે ઓડિશાના 60,નેપાલના 200,છત્તિસગઢના 70. સૌરાષ્ટ્ર-અમરેલીનાના 12 ખેડૂત, મહારાષ્ટ્રના 15, ઝારખંડના 20 અને બિહારના 60થી વધુ લોકો વતન જવા માટેની ટીકીટ અને પરવાનગી લેટર માટે કલેકટર બહાર લાઈન લગાવી ઉભા હતાં. ભારે ભીડને લઈ પોલીસે સમજાવ્યા પણ તેઓ અડીખમ રહ્યા હતાં. ગેરમાર્ગે દોરાયેલા લોકોએ કહ્યું કે, અમને કતારગામ પોલીસે બિહારવાસીને કહ્યું પરવાનગી અને ટિકિટ કલેકટરમાંથી જ મળશે એટલે અમે કલેકટર પાસે આવ્યા છીએ.તમામ કારીગરો સંચા ખાતા, ડાયમંડ, સહિતના મજૂરો છે.પોલીસે આખરે તમામ લોકો સાથે સમજાવટથી કામ લઈને લોકોને પરત મોકલ્યાં હતાં.
Hits: 45